Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કલેક્ટર અરુણ મહેશ બાબુ અધ્યક્ષસ્થાને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર અને બાળ સુરક્ષા કેન્દ્રની બેઠક મળી

બેઠકમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળ સુરક્ષા કેન્દ્રની કામગીરી, કેન્દ્રની જરૂરિયાત, અંતેવાસીઓની પ્રવૃત્તિ વગેરેની સમીક્ષા કરાઈ

રાજકોટ :રાજકોટ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર મુલાકાત સમિતિની બેઠક જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી

આ  બેઠકમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળ સુરક્ષા કેન્દ્રની કામગીરી, કેન્દ્રની જરૂરિયાત, અંતેવાસીઓની પ્રવૃત્તિ વગેરેની સમીક્ષા કલેક્ટરએ કરી હતી. તેમજ જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા.

આ તકે પ્રાંત અધિકારી સંદિપ કુમાર વર્મા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો. પ્રાર્થના સેરસિયા , જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ, ચાઇલ્ડ વેલ્ફેર સમિતિના સભ્ય રક્ષાબેન બોળીયા, અરુણભાઈ નિર્મલ, ડો. રશ્મિકાંત ઉપાધ્યાય, દિવ્યાંગો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

   
(1:32 am IST)