Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

યાર્ડ પાસે ટ્રાન્સપોર્ટ નગરમાં આજીડેમ પોલીસનો દરોડો: જુગાર રમતાં 4 પકડાયા

રાજકોટઃ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા તથા જયપાલભાઇ બરાળીયાનને મળેલ બાતમીને આધારે માર્કેટીંગયાર્ડની નજીક સાગરનગરની સામે ટ્રાન્સપોર્ટનગરમાં બંધ ખટારાઓની બાજુમાં જાહેરમાં ગંજીપતાથી જુગાર રમતા ચાર શખ્સો

(૧) હર્ષદ મનસુખભાઇ ગોસ્વામી ઉવ.૩૩ રહે. બાપાસીતારામ ચોક પાસે માટેલ સોસા. શેરી નં. ૪ રાજકોટ (ર) રવિ ભરતભાઇ સોલંકી ઉવ.૨૧ રહે. સાગરનગર શેરી નં.૩ રાજકોટ (3) ડાયા અરજણભાઇ રાઠોડ ઉવ.૪૧ રહે. (ગોકુલનગર) સોસા, શેરી નં. ૪ સંતકબીર રોડ રાજકોટ તથા (૪) મુન્ના ચવાભાઇ જોગરાણા ઉવ. ૩૩ ધંધો રી.ડ્રા. રહે. બાલકૃષ્ણ સૌ સા. શેરી ને,૧૭ સંતકબીર રોડ રાજકોટને પકડી લઈ રોકડા રૂા.11070 કબજે લીધા હતાં.

આ કામગીરી પોલીસ ઈન્સ્પેકટર વી.જે.ચાવડા, પો.હેડ કોન્સ. ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ તથા ઉમેદભાઇ ગઢવીએ પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર  પ્રવીણ કુમાર મિણા તથા મદદનીશ પોલીસ  એચ. એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કરી હતી.

(7:27 pm IST)