Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ હૈદરઅલી શેખ પાસામાં ધકેલાયો

રાજકોટ, તા. ૪ :. શહેરના થોરાળા વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં પકડાયેલા હૈદરઅલી મહેબુબભાઈ શેખ (ઉ.વ.૧૯) (રહે. ભાવનગર રોડ, બેડીપરા શ્રમજીવી સોસાયટી)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઈ આર.વાય. રાવલ સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઈસ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એમ. હડીયા, પીએસઆઈ જી.એસ. ગઢવી, એએસઆઈ અજીતભાઈ, હેડ કોન્સ. કેલ્વીન સાગર સહિતના સ્ટાફે હૈદરઅલી મહેબુબભાઈ શેખ (ઉ.વ.૧૯) ને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(4:00 pm IST)