Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટમાં આપ-બસપા-અપક્ષ વીવીપી સહિત કુલ ૮ ફોર્મ ભરાયા

રાજકોટ તા. ૪ :.. આજે બપોરે રાા વાગ્યે મળતા અહેવાલો મુજબ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં અપક્ષ-આપ-બસપા - સમાજવાદી પાર્ટી વીવીપી પાર્ટીના કુલ ૮ ફોર્મ ભરાયા છે. જેમાં વોર્ડ નં. ૧૪ માં અરૂણાબેન અમરદાસ દેસાણી -અપક્ષ, વોર્ડ નં. ૧૪ માં તો વોર્ડ નં. ૧પ માં સુરેશ ગોવિંદભાઇ સાગડીયાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું. વોર્ડના ૧૦ થી ૧ર માં કોઇ એન્ટ્રી થઇ નથી, વોર્ડ નં. ૩ માં બે ફોર્મ ભરાયા છે, વોર્ડ નં. ૧૬ થી ૭૮ માં સમાજવાદી પાર્ટીના લલીતભાઇ ભોળાભાઇ રાણેએ ફોર્મ ભર્યુ હતું. વોર્ડ નં. ૭ થી ૯ માં આપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે, જયારે વોર્ડ નં. ૪ થી ૬ માં કોઇ ઉમેદવારી નોંધાઇ નથી.

(3:58 pm IST)