Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વકિલોના ધરણા-પ્રદર્શન દિવસ-૩: આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી

રાજકોટ બાર એસોસીએશનના વકિલો મોટી સંખ્યામાં જોડાયા

રાજકોટઃ રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ વિ. રાજાણી તથા ઈન્ચાર્જ સેક્રેટરી કેતનભાઈની યાદી જણાવે છે કે રાજકોટ બાર એશોસીએશને છેલ્લા ૬ મહિનામા રાજકોટની કોર્ટો ખોલવા અંગે નામદાર ચીફ જસ્ટીસશ્રી, મુખ્યમંત્રીશ્રી, કાયદામંત્રીશ્રીને અનેક રજુઆતો કરવા છતા રાજકોટ કોર્ટની ફીઝીકલ કાર્યવાહી શરૂ થઈ ન હતી જેની સામે રાજકોટ બાર એશોસીએશન દ્વારા તા.૨/૨/૨૦૨૧થી જયા સુધી રાજકોટની તમામ કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ થાય ત્યા સુધી અનિશ્ચિત મુદત સુધી ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતીપુર્વકના ધરણા કરવાનું વકીલોના હીતમા નિર્ણય લેવામાં આવેલ હતો.

આજરોજ ધરણાના ત્રીજા દિવસે રાજકોટ બાર એશોસીએશનના સીનીયર, જુનીયર અને મહીલા વકીલો બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતા. તમામ વકીલોએ ગાંધીજીનના અહિંસાના માર્ગે શાંતી પુર્વક તથા સરકારશ્રીની એસ.ઓ.પી.ની ગાઈડ લાઈનના પાલન સાથે ધરણા પ્રદર્શન કરેલ.  પ્રમુખશ્રી બકુલભાઈ વિ.રાજાણી તથા ઈન્ચાર્જ સેક્રેટરી શ્રી કેતનભાઈ દવેએ જણાવેલ હતુ કે જો હવે ટુંક સમયમાં રાજકોટ શહેરની કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૂ નહી થાય તો વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારેલ છે.

આ ધરણા પ્રદર્શનને સફળ બનાવવા રાજકોટ બાર એશોસીએશનના (પ્રમુખ) બકુલભાઈ વિ.રાજાણી, (ઉપ પ્રમુખ) શ્રી ઈન્દ્રસિંહ ઝાલા ,(ઈન્ચાર્જ સેક્રેટરી) કેતનભાઈ દવે,(ટ્રેઝરર) રક્ષીતભાઈ કલોલા, (લાયબેરી સેક્રેટરી) સંદીપભાઈ વેકરીયા તથા કારોબારી સભ્ય અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની, રેખાબેન તુવાર તથા રાજકોટ બાર એશોસીએશનના તમામ વકીલો ઉઠાવી રહ્યા છે.

(3:56 pm IST)