Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સોમવારથી કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ

છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ કોલેજોમાં સરકારની ગાઈડલાઈન મુજબ વાલીની સંમતિથી કોલેજે આવી શકશેઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દોઢ લાખ છાત્રો શરૂ કરશે ઉચ્ચ શિક્ષણ

રાજકોટ, તા. ૪ :. કોવીડ-૧૯ની મહામારીને પગલે છેલ્લા ૧૦ માસથી બંધ રહેલ શાળા-કોલેજોમાં હવે ધીરે ધીરે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ રહ્યુ છે, ત્યારે આજે ગુજરાત શિક્ષણ વિભાગે કોરોનાની ગાઈડલાઈન અંતર્ગત હવે કોલેજોમાં તમામ ધોરણ માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા પરિપત્ર કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ શાળા કક્ષાએ પ્રથમ ધો. ૧૦-૧૨ બાદ ધો. ૯ અને ધો. ૧૧ તેમજ સ્નાતકના અંતિમ વર્ષ તેમજ અનુસ્નાતક કક્ષાએ રેગ્યુલર શિક્ષણ ચાલુ થયુ છે ત્યારે હવે સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ. સહિત તમામ વિદ્યાશાખામાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની સૂચના આપી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ જણાવ્યુ છે કે આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ જશે.

રાજ્યના શિક્ષણ વિભાગે પ્રત્યક્ષ શિક્ષણ માટે તમામ કોરોના સામેની સાવચેતી નિયમોનું પાલન કરવાનુ રહેશે. થર્મલગનથી ચેકીંગ, માસ્ક, સેનેટાઈઝ, સોશ્યલ ડીસ્ટન્સ સહિતનાનુ ધ્યાન રાખવામાં આવશે.

(3:54 pm IST)