Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ એક શખ્સ પ્રવિણને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા. ૪ :.. શહેરની આર. ટી. ઓ. કચેરીમાં બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી આપવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાએ શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયાની રાહબરી હેઠળ પી. આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી. આર. ગઢવી, ચેતનભાઇ ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ ગોહેલ, અભીજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ, કરણભાઇ મારૂ, સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે એએસઆઇ સી. એમ. ચાવડા અનેક કરણભાઇ મારૂએ બોગર ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી આપવાના ગુનામાં નાસતા-ફરતા પ્રવિણ જીવણભાઇ ઠુંગા (ઉ.૩ર) (રહે. વાણીયા મેઇન રોડ ગુલાબનગર શેરી નં. ર, જુનો પારડી રોડ) ને પકડી લીધો હતો. આર. ટી. ઓ. કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા એજન્ટો મારફતે પ્રવિણ હેવી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે બોગસ ડોકયુમેન્ટ બનાવડાવી બોગસ ડોકયુમેન્ટ હોવાનું જાણવા છતાં આર. ટી. ઓ.માં ફોર્મ સાથે જોડી બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવ્યુ હતું. પ્રવિણ આ ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

(3:54 pm IST)