Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

માર્કેટ યાર્ડ કવાર્ટરમાં વૃધ્ધા સંચાલીત જુગારધામ પર દરોડો : ૧૦ શખ્સો પકડાયા

બી-ડીવીઝન પોલીસે મંજુલાબેન, હંસાબેન, મીનાબેન, નયનાબેન, કિશોર, વિપુલ, મનોજ, સાગર, કૌશિક અને જગદીશની ધરપકડ

રાજકોટ તા. ૪ : માર્કેટીંગ યાર્ડ પાસે ૨૫ વારીયા કવાર્ટરમાં વૃધ્ધા સંચાલીત ચાલતા જુગારધામ પર બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત દસ શખ્સોને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાસે ૨૫ વારીયા કવાર્ટરમાં એક મહિલા જુગાર રમાડતી હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના કોન્સ. જયદીપસિંહ બોરાણા અને મીતેશભાઇ આડેસરાને બાતમી મળતા પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એ.એસ.આઇ. વીરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, પરેશભાઇ, મીતેશભાઇ તથા ભાવેશભાઇ સહિતે માર્કેટ યાર્ડ પાસે ૨૫ વારીયા કવાર્ટરમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કવાર્ટર માલીક મંજુલાબેન કલ્યાણદાસભાઇ અગ્રાવત, માંડાડુંગર ગોકુલ પાર્ક-૩ના હંસાબેન જગદીશભાઇ સીતાપરા, ૨૫ વારીયા કવાર્ટરના મીનાબેન કલ્યાણદાસભાઇ અગ્રાવત, નયનાબેન રમેશભાઇ રાઠોડ, નવાગામ આણંદપર શેરી નં. ૩ના કિશોર નાનજીભાઇ જીંજવાડીયા, ૨૫ વારીયા કવાર્ટરના વિપુલ ભરતભાઇ પીઠડીયા, મંછાનગર ખાડામાં રહેતા મનોજ ચંદુભાઇ ચાવડા, સાગર ચંદુભાઇ ચાવડા, ૨૫ વારીયા કવાર્ટરના કૌશિક રમેશભાઇ રાઠોડ અને જગદીશ ચકાભાઇ સિતાપરાને પકડી લઇ રૂ. ૧૨,૬૫૦ની રોકડ સહિતની જતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલી ફીચરનો જુગાર રમાડતો એક પકડાયો

હુડકો પોલીસ ચોકી પાછળ માધવ હોલ પાસેથી ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા કોન્સ. દેવાભાઇ ધરજીયા સહિતે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા મહેશ ભીખુભાઇ સોલંકી (ઉ.૩૪) (રહે. વેલનાથ સોસાયટી, લાપાસરી મેઇન રોડ)ને પકડી લઇ રૂ. ૪૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:15 pm IST)