Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

દેવપરા વૃંદાવન પાર્કમાં નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો ભાઇ દારૂની ૪૦ બોટલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે ભાવેશ માંડલીયાને દબોચ્યોઃ કારમાંથી ૬૦ બોટલ સાથે રોહીત અને અજય પકડાયા

રાજકોટ તા.૪ : શહેરના બે અલગ-અલગ સ્થળે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી, દેવપરા ભવાની ચોક પાસે વૃંદાવન પાર્કમાં મકાનમાંથી લીસ્ટેડ બુટલેગર હર્ષદ મહાજનનો ભાઇ અને ખોખડદળ પુલ પાસેથી કારમાંથી બે શખ્સોને વિદેશીદારૂના જથ્થા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દેવપરા ભવાની ચોક પાસે વૃંદાવન પાર્કમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની ક્રાઇમબ્રાંચના એએસઆઇ, જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા અને મહેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે.ે જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હેડકોન્સ. મહેન્દ્રસિંહ, ભરતસિંહ, હિતેન્દ્રસિંહ, સહિતે વૃંદાવન પાર્ક-૧માં આવેલ 'વાઘેશ્વરી' નામના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની રૂ.૩૪૦૦૦ ની કિંમતની ૪૦ બોટલ તથા ૩ર૦૦ ની કિંમતની ૩ર ચપલા સાથે નામચીન બુટલેર હર્ષદ મહાજનના ભાઇ ભાવેશ માણેકલાલભાઇ માંડલીયા (ઉ.૩૦) ને પકડી લઇ દારૂનો જથ્થો તથા એક મોબાઇલ મળી રૂ.૪ર૦૦૦ ની મત્તા કબ્જે કરી હતી.ભાવેશ અગાઉ થોરાળા પોલીસ મથકમાં જુગાર અને ભકિતનગર પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે.

જયારે બીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના કોન્સ સંજયભાઇ ચાવડા, ઉમેશભાઇ ચાવાડ, ભગીરથસિંહ ઝાલા અને હિરેનભાઇ સોલંકીને મળેલ બાતમીના આધારે પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. સાપારા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ મહેશભાઇ મંઢ, હીરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, સંજયભાઇ, દીપકભાઇ, યોગીરાજસિંહ, જયપાલસિંહ અને કિરતસિંહ સહિતે ખોખળદડ નજીક આજી નદીમાં પુલ પાસ ેઆવેલી સંસ્કાર સોસાયટી શેરી નં.૧માંથી જીજે૩-એલ.જી.૯૪૮૮ નંબરની અર્ટીકાકારમાંથી રૂ.૩૬૦૦૦ ની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે વાપીના બાલાખડી કર્મભૂમિ ડ્રીમ સીટીએ/પ૦૩માં રહેતા રોહીત સુરેશભાઇ આસોદરીયા (ઉ.૩ર) અને કોઠારિયા મેઇન રોડ, ભોજલરામ સોસાયટી શેરી નં.૭ના અજય ભીમભાઇ ખૂંટ (ઉ.૩પ) ને પકડી લઇ દારૂનો જથ્થો અને કાર મળી રૂ.૭,૩૦,૦૦૦ ની મતા કબજે કરી હતી.

ધર્મેશ દારૂની ર૭ બોટલ સાથે પકડાયો

માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ.કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.વી.કે. ઝાલા, હેડકોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ, હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે દારૂની ર૭ બોટલ સાથે ધર્મેશ કિશોરભાઇ રાજપુત (ઉ.ર૭) (રહે. પટેલ પાર્ક શેરી નં.૩ ખીજળાવાળો મેઇન રોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:13 pm IST)