Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મનો ધમધમાટઃ બીજી યાદીમાં ભારે ખેંચતાણઃ કાલે ફોર્મ ભરાશે

મોટાભાગના કોર્પોરેટરો રિપીટ : જૂના પીઢ અગ્રણીઓના પરિવારજનોને પણ ટીકીટ ફાળવવા વિચારણા : ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ કોંગ્રેસની બીજી યાદી જાહેર કરાશે

શહેર કોંગ્રેસના મ.ન.પા.ની ચૂંટણીના કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારોના ફોર્મની તૈયારી શરૂ થઇ ગઇ છે તે વખતની તસ્વીરમાં પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મહેશ રાજપૂત તથા ઉમેદવારો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૨૩)

રાજકોટ તા. ૪ : શહેર કોંગ્રેસ દ્વારા ૧૪ વોર્ડના ૨૨ ઉમેદવારો જાહેર થઇ ગયા છે. તેઓના ઉમેદવારી ફોર્મની તૈયારી કોંગ્રેસ કાર્યાલય ખાતે શરૂ થઇ ગઇ છે. જો કે હજુ અડધો અડધ ઉમેદવારો જાહેર થવાના બાકી છે. કેમકે ભાજપના ઉમેદવારો આજે જાહેર થયા બાદ ૪ જેટલા વોર્ડમાં ઉમેદવારોનું જે કોકડુ ગુંચવાયું છે તે ઉકેલીને રાત્રે બીજી યાદી જાહેર થઇ જશે અને આવતીકાલે સવારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવશે.

શહેર કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેર કોંગ્રેસ દ્વારા મોટાભાગના કોર્પોરેટરોને રીપીટ કરાયા છે અને કેટલાક કોંગ્રેસના જુના પીઢ કાર્યકરોના પરિવારજનોમાંથી ટિકીટ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું.

પ્રદેશ કોંગ્રેસ મોટાભાગના ઉમેદવારોનું લીસ્ટ તૈયાર છે. હવે માત્ર વોર્ડ નં. ૧, ૨, ૪ અને ૧૩માં અનામત સીટને કારણે ઉમેદવારોની ગોઠવણીમાં ખેંચતાણ થઇ રહી છે. જે ભાજપના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયા બાદ ઉકેલીને રાત સુધીમાં બીજી યાદી બહાર પાડી દેવાશે. દરમિયાન જાહેર થયેલા અને હવેના સંભવિત ઉમેદવારોના નામો આ મુજબ છે.

જાહેર થયેલા ઉમેદવારો

વોર્ડ નં. ૧ ગોહિલ જલ્પાબેન (જયાબેન) શૈલેષભાઇ, વોર્ડ નં. ૩ હુંબલ દાનાભાઇ, વોર્ડ નં. ૪ જાદવ સિમ્મીબેન - નારણભાઇ સવસેતા (આહિર), વોર્ડ નં. ૫ ભેંસાણીયા દક્ષાબેન - રૈયાણી જિતેન્દ્રભાઇ, વોર્ડ નં. ૬ મોરવાડીયા રતનબેન - મકવાણા ભરતભાઇ, વોર્ડ નં. ૮ જોષી જીજ્ઞેશભાઇ, વોર્ડ નં. ૯ ઘરસંડીયા ચંદ્રીકાબેન - ડોંગા વિશાલભાઇ, વોર્ડ નં. ૧૦ ગોહિલ ભાર્ગવીબા - કાલરિયા મનસુખભાઇ, વોર્ડ નં. ૧૨ જાડેજા ઉર્વશીબા કનકસિંહ - વાંક વિજયભાઇ, વોર્ડ નં. ૧૩ ડાંગર જાગૃતિબેન પ્રભાતભાઇ, વોર્ડ નં. ૧૪ સાગઠીયા ભારતીબેન જગદીશભાઇ, વોર્ડ નં. ૧૫ ડુડાણી મકબૂલભાઇ, વોર્ડ નં. ૧૬ ગેરીયા રસિલાબેન - પરસાણા વલ્લભભાઇ, વોર્ડ નં. ૧૭ ટાંક જયાબેન - જાડેજા ઘનશ્યામસિંહનો સમાવેશ થાય છે.

સંભવિત ઉમેદવારો

વોર્ડ નં. ૧ આનંદ વાગડીયા, અજય ગોહેલ, રમાબેન ચૌહાણ, લક્ષ્મીબેન વાળા, મોહન સિંધવ, રમેશ જૂંજા, વોર્ડ નં. ૨ : અતુલ રાજાણી, રાજદિપસિંહ જાડેજા, યુનુસ જુણેજાના પરિવારમાંથી, કૃષ્ણદત્ત રાવલના પરિવારમાં, વોર્ડ નં. ૩ : ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, પુરબીયા કાજલબેન, વોર્ડ નં. ૪ : ઠાકરશીભાઇ ગજેરા, વોર્ડ નં. ૫ : અશોક ડોબરીયા, વોર્ડ નં. ૬ : દિનેશ લુણાગરીયા, કિરણબેન સોનારા, વોર્ડ નં. ૭ : પ્રીતીબેન દેસાઇ, કેતન જરીયા, વોર્ડ નં. ૮ : સવિતાબેન શ્રીમાળી, વોર્ડ નં. ૯ : પરાગ મકવાણા - કિંજલબેન જોષી, વોર્ડ નં. ૧૦ : અભિષેક તાળા - રચનાબેન ટાંક, વોર્ડ નં. ૧૧ : પારૂલબેન ડેર, પરેશ હરસોડા, સુરેશભાઇ બથવાર, વસંતબેન માલવી, વોર્ડ નં. ૧૨ : અંજય અજૂડિયા, પ્રજાપતિ મહિલા, વોર્ડ નં. ૧૩ : આદિત્યસિંહ ગોહિલ, રવિ વેકરીયા, ગીતાબેન મૂછડિયા, વોર્ડ નં. ૧૪ : માણસુર વાળા, અંકિત શિયાણી, ભારતીબેન રાઠોડ, વોર્ડ નં. ૧૫ : પ્રવિણ સોરાણી, વશરામ સાગઠીયા, ભાનુબેન સોરાણી, વોર્ડ નં. ૧૬ : ગોપાલભાઇ ઉનડકટ, વોર્ડ નં. ૧૭ : અશોક ડાંગર, વોર્ડ નં. ૧૮ : નિર્મલા મારૂ, જેન્તીભાઇ બુટાણી, મયુરસિંહ જાડેજા, મેનાબેન જાદવનો સમાવેશ થાય છે.

(3:13 pm IST)