Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ શહેર કોંગ્રેસના વધુ દોઢ ડઝન ઉમેદવારો આજે સાંજ સુધીમાં થશે જાહેર

શહેર પ્રમુખ અશોક ડાંગરને વોર્ડ ૧૭માંથી મળશે ટીકીટ : આજે જાહેર થનારા લીસ્ટમાં મુખ્ય નેતાઓનો થઈ જશે સમાવેશ

રાજકોટ, તા. ૪ :. અગાઉ ૨૨ જેટલા ઉમેદવારોનુ લીસ્ટ જાહેર થઈ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી માટેના વધુ ૧૮થી ૧૯ કોંગ્રેસ ઉમેદવારોના નામો બપોર બાદ જાહેર થવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે આ નવા દોઢ ડઝન ઉમેદવારોના લીસ્ટમાં મુખ્ય આગેવાનોના નામોનો સમાવેશ થઈ જશે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને કોંગ્રેસ પક્ષ વોેર્ડ નં. ૧૭માંથી મેદાને ઉતારી રહ્યો છે. જ્યારે વોર્ડ નં. ૨ અને ૩ની ગુંચવણ પણ આ નવા લીસ્ટ બાદ ઉકેલાય જાય તેમ જાણવા મળે છે.

રાજકોટ શહેર કોંગ્રેસમાં પ્રથમ લીસ્ટ જાહેર થયા બાદ નાના-મોટા વિરોધના સૂર ઉઠવા પામ્યા હતા ત્યારે હવે આ નવા લીસ્ટ બાદ કેવા પડઘા પડે છે તે તરફ સૌનુ ધ્યાન ખેંચાયુ છે.

(3:13 pm IST)