Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કોરોનાઃ રાજકોટમાં આજે એક મોતઃ નવા ૭ કેસ

શહેરનો કુલ આંક ૧૫,૩૫૬ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૫,૦૧૯ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૮૫ ટકા થયો

રાજકોટ, તા.૪:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એક મૃત્યુ થયુ છે. શહેરમાં બપોર સુધીમાં ૭  કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૪ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૨૮  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૭ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૩૫૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૦૧૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૭.૮૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૭૯૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૧૭  ટકા થયો  હતો. જયારે ૪૫ દર્દીઓ સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૩,૦૪૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૩૫૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૮ ટકા થયો છે.

(3:12 pm IST)