Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પ્રવાસન બચાવો અભિયાન : રાજકોટમાં ધરણા

રાજકોટ : પ્રવાસન ઉદ્યોગ તુટી રહ્યો હોય કોઇપણ પ્રયાસોથી તેને ઉગારી લેવા પર્યટન ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવી રહ્યાછે. જે અંતર્ગત રાજકોટમાં પણ ધરણા કરી શાંતિ વિરોધ કરાયો હતો. પર્યાવરણ ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી બે વર્ષ માટે જીએસટીમાં મુકિત આપવા, કોવિડ દરમિયાન નોકરી ગુમાવનાર પર્યટન કર્મચારીઓનું પુનર્વસન કરવા, એક વર્ષ માટે ટેકસી અને પર્યટક વાહનોને રોડ ટેકસમાંથી મુકિત આપવા, હોટલોને એક વર્ષ વિજળીબીલ અને બિલ્ડીંગ ટેકસમાંથી મુકિત આપવા સહીતની માંગણીઓ દોહરાવાઇ હતી. તેમ ટુરીઝમ લીડર્સ કલબના પ્રમુખ ઉપેશ દફતરી (મો.ે૯૩૨૭૭ ૪૬૨૦૨), મયંક પાઉં (મો.૯૮૨૫૨ ૩૬૯૪૭) અને પ્રકાશ વીસાણી (મો.૯૭૨૫૨ ૫૦૫૦૪) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:11 pm IST)