Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ગીરાસદાર ક્ષત્રીય યુવા ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૧ યોજાઈઃ શિવશકિત ઈલેવન-રાજકોટ ચેમ્પીયન

નરેન્દ્રસિંહ જાડેજા (એમ.ડી. જીવન બેંક), જયદેવસિંહ જાડેજા (અકિલા) સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટઃ. મહારાણા યુવા ગ્રુપ દ્વારા આયોજીત ગીરાસદાર ક્ષત્રીય સમાજ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટ-૨૦૨૧નુ તા. ૨૪-૧-૨૦૨૧થી તા. ૩૧-૧-૨૦૨૧ દરમ્યાન રેલનગર, રાજકોટ ખાતે આયોજક સર્વશ્રી હરદેવસિંહ દિલુભા જાડેજા (ભોપલકા), ભગીરથસિંહ બટુકસિંહ જાડેજા (વિરાણી-ખીજડીયા), પૃથ્વીરાજસિંહ દિલુભા જાડેજા (ભોપલકા), જયેન્દ્રસિંહ પ્રેમસિંહ જાડેજા (આમરા) દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ ટૂર્નામેન્ટમાં દરરોજ ૪ મેચના રાઉન્ડ ૧૨ ઓવરથી અને નોક-આઉટ પદ્ધતિથી રમાડવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો હતો.

આ ટૂર્નામેન્ટ તા. ૩૧-૧-૨૦૨૧ના રોજ બે સેમીફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. જેને નિહાળવા માટે મુખ્ય અતિથિ સર્વશ્રી નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લો. સંઘ ચેરમેન, અકિલા વરીષ્ઠ પત્રકાર), ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ-ખાટડી), સહકાર ગ્રુપ, જયદેવસિંહ જાડેજા (સિનીયર પત્રકાર-અકિલા), પૃથ્વીરાજસિંહ સરવૈયા (અયાવેજ), જયકિશનસિંહ ઝાલા (કરણી સેના-ઉપપ્રમુખ), દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), પુનમભાઈ પંડિત (પૂર્વ રણજી પ્લેયર) ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નરેન્દ્રસિંહ જાડેજા (એમડી જીવન કોમર્શિયલ બેન્ક, ચેરમેન રા.લો. સંઘ) અને જયદેવસિંહ જાડેજા (અકિલા)એ ક્ષત્રીય યુવકોના રમતગમત પ્રેમ અને ભાતૃભાવનાને બિરદાવી હતી.

પ્રથમ સેમીફાઈનલ  - શિવશકિત ઈલેવન રાજકોટ વિરૂદ્ધ વીકે ઈલેવન રાજકોટ,

બીજો સેમી ફાઈનલ - બન્ના ઈલેવન રાજકોટ વિરૂદ્ધ એસઆરપી ઈલેવન રાજકોટ વચ્ચે રમાયો હતો.

ફાઈનલ મેચઃ શિવશકિત ઈલેવન રાજકોટ વિરૂદ્ધ બન્ના ઈલેવન રાજકોટ વચ્ચે રમાડવામાં આવ્યો હતો. જેમાં શિવશકિત ઈલેવન પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરમાં ૨૧૧ રન કર્યા હતા. જેના જવાબમાં બન્ના ઈલેવન ૧૦૩ રનમાં ઓલઆઉટ થયુ હતું અને શિવશકિત ઈલેવન ચેમ્પીયન બની હતી. ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ હરદેવસિંહ જાડેજા બન્યા હતા. જેમણે માત્ર ૩૧ બોલમાં ૧૨૧ રન કર્યા હતા.

ફાઈનલ મેચમાં વિજેતા થનાર ટીમને ૨૧,૦૦૦ અને ટ્રોફી તથા રનર્સ-અપ ટીમને ૧૧,૦૦૦ તથા ટ્રોફીનો પુરસ્કાર ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ-ખાટડી) સહકાર ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો.

(3:11 pm IST)