Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

લીસ્ટેડ બૂટલેગર હર્ષદ મહાજનના ભાઇ ભાવેશ મહાજનને દારૂના જથ્થા સાથે ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચના. એ.એસ.આઇ જયેશભાઇ નીમાવત, ચેતનસિંહ ચુડાસમા તથા મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દેવપરા ભવાની ચોક વૃંદાવન પાર્ક-૧ "વાઘેશ્વરી મકાનમાં દરોડો પાડી ભાવેશ માણેકલાલ માંડલીય- મહાજન ઉ.વ.૩૦ને પકડી લઈ બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ-૪૦ કિ.રૂ.૩૪,000 (ર) ઇમ્પીરીયલ બ્લ સુપીરીયર વ્હીસ્કી ચપલા નંગ-૩૨ કિ.રૂ. ૩૨00 તથા (૩) એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.5000નો મળી કુલ મુદામાલ રૂપીયા ૪૨,૨૦૦નો કબજે કરાયો છે.

   પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસીપી ડી.વી.બસિયા, પીઆઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પો.સબ.ઇન્સ વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા કાર્યવાહી કરી હતી.

(9:25 am IST)