Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

બાલભવન ખાતે ગાંધી વંદના

 ભારત સેવક સમાજ અને બાલભવનના સંયુકત ઉપક્રમે ગાંધી નિર્વાણ દિન નિમિતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન પૂર્વ શ્રમમંત્રી મનસુખભાઇ જોષીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. જાણીતા ભજનીક મહેશભાઇ ત્રિવેદીએ સર્વધર્મ પ્રાર્થના ગવડાવી સભાનો આરંભ કરાવ્યો હતો. લોક વિજ્ઞાન કેન્દ્રના શ્રી ભાયાણીએ ગાંધીજી વિષે વકતવ્ય આપી શબ્દાંજલી અર્પેલ. છેલ્લે વૈષ્ણવ જન તેમજ ભીની ચદરીયા ભજન-ગીત રજુ કરી કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ. હરીવંદના એમ.એસ.ડબલ્યુ કોલેજના વિદ્યાર્થી ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જનાર્દનભાઇ પંડયા, શ્રી જનાણી, રાજેશભાઇ ગોંડલીયા, યજ્ઞેશભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)