Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અભાવીપ દ્વારા મહિલાઓ માટે મીશન સાહસી કાર્યક્રમ : વિદ્યાર્થીનીઓને ૧૦ દિવસ તાલીમ

રાજકોટઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સમગ્ર ભારતમાં મહિલાઓ સશકત બને તેમજ આત્મ રક્ષણ માટે કાબીલ બને તે માટે મીશન સાહસીના નેજા હેઠળ બહેનોને સેલ્ફ ડીફેન્સની તાલીમ આપવામાં આવી રહેલ છે. સમગ ્રભારતમાં અંદાજીત ૭ લાખ છાત્રાઓએ આ તાલીમ મેળવી છે જે અંતર્ગત રાજકોટમાં તા.૪ થી ૮ ફેબ્રુઆરી અને ૧૧થી ૧પ ફેબ્રુઆરી એમ બે તબક્કામાં શહેરના વિવિધ કોલેજ કેમ્પસોમાં હજારો બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે અને તા.૧૯ ફેબ્રુઆરીના રોજ મેગા ડેમોસ્ટ્રેશનનું આયોજન થશે. આજે આ કાર્યક્રમનો પ્રારંભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નિલામ્બરીબેન દવે, કોર્પોરેશનનની શીશુ કલ્યાણ સમીતીના ચેરમેન રૂપાબેન શીલુ, તેમજ નરેન્દ્રભાઇ દવે સહિતના અગ્રણીઓએ કરાવ્યો હતો.

(4:17 pm IST)