Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

પિતાના પગલે માનવ સેવાના પરોપકારી પગલે ચાલતા યુવા ન્યુરોસર્જન ડો. પુનિત રાજેન્દ્ર ત્રિવેદી

રજાના દિવસે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપરેશન કરી પડધરી પંથકના દેવીપૂજક યુવાનની જીંદગી બચાવતા ડો. પુનિત ત્રિવેદી

રાજકોટ : રાજકોટના જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદીના યુવાન પુત્ર અને ન્યુરોસર્જન ડો. પુનિત ત્રિવેદીએ પિતાના સેવાના વારસાને જાળવી રાખી પિતાના પરોપકારી પગલે ચાલતા દર્દી નારાયણની સેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે. મર સંક્રાંતની રજાના દિવસે પડધરી પંથકના દેવીપૂજક યુવાનને અકસ્માત થતાં ગંભીર હાલતમાં રાજકોટની સીવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને ડો. પુનિત ત્રિવેદીએ રજા માણવાના બદલે ઇમરજન્સીમાં યુવાનનું ઓપરેશન કરી તેની જીંદગી બચાવી અને કુદરતે પણ યવા ન્યુરોસર્જનની સેવા ભાવનાને પ્રતિસાદ આપતા હોય એમ યુવાનને નવજીવન બક્ષતા ગરીબ પરિવારમાં રાહતની લાગણી જન્મી છે. પિતાના સેવા યજ્ઞને આગળ ધપાવનાર શાંત અને સરળ સ્વભાવના યુવા ન્યુરોસર્જન ડો. પુનિત રાજેન્દ્ર ત્રિવેદીની સેવા ભાવના અભિનંદનને પાત્ર છે. સીવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનિષ મહેતા સહિતના તબીબોએ ડો. પુનિત ત્રિવેદીની સેવાને બિરદાવી છે. સીવિલ હોસ્પિટલમાં સેવા સેતુ હેઠળ સેવા આપતા સેવાભાવી યુવા ન્યુરોસર્જન ડો. પુનિત રાજેન્દ્ર ત્રિવેદીએ મકર સંક્રાંતના રજાના દિવસે સાંજે પડધરી પંથકના દેવીપૂજક યુવાનનું ઇમરજન્સી ઓપરેશન કરી તેની જીંદગી બચાવી હતી. ઉપરોકત તસ્વીરમાં ડો. ત્રિવેદી અને તેમની ટીમ દર્દી મેહુલનું ઓપરેશન કરે છે તે સમયની છે. નીચે ઇન્સેટ તસ્વીરમાં ડાબેથી યુવા ન્યુરોસર્જન ડો. પુનિત ત્રિવેદી, ઓપરેશન પહેલા અને ઓપરેશન બાદમાં સી.ટી. સ્કેન અને છેલ્લે ઓપરેશન બાદ સ્વસ્થ જણાતા દર્દી મેહુલની તસ્વીર છે.

(4:15 pm IST)