Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગોંડલના નવાગામના ખાંટ મહિલા રમાબેન ભડેલીયાનું ઝેરી અસરથી મોત

ભુલથી ટૂથપેસ્ટને બદલે ઉંદર મારવાની દવાથી બ્રશ કરી લીધાનું પરિવારજનોનું કથન

રાજકોટ તા. ૪: ગોંડલના નવાગામમાં રહેતાં રમાબેન કાંતિભાઇ ભડેલીયા (ઉ.૪૫) નામના ખાંટ મહિલાને ૩૦મીએ ઝેરી અસર થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાત્રે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ રમાબેને ભુલથી ટુથપેસ્ટને બદલે ઉંદર મારવાની દવાની ટ્યુબથી બ્રશ કરી લીધું હતું. મૃતકના પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે વિશેષ તપાસ યથાતવ રાખી છે.

(3:58 pm IST)