Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રામકૃષ્ણનગરમાંથી બે બાઇક ચોરી વેંચે એ પહેલા બે શખ્સને એસઓજીએ પકડ્યા

વિરાણી સ્કૂલ પાછળ રહેતાં વિક્ષીત જીતીયા અને વિશાલ ભંડેણીયાની ધરપકડઃ ચોરાઉ બાઇક ઝાડીમાં છુપાવ્યા'તાઃ મનરૂપગીરી, ગિરીરાજસિંહ અને નિર્મળસિંહની બાતમી

રાજકોટ તા. ૪: એસઓજીએ વાહનચોરીના ગુનામાં બે શખ્સને પકડી લઇ બે ચોરાઉ બાઇક કબ્જે કર્યા છે. આ બંને વાહનો રામકૃષ્ણનગર મેઇન રોડ પરથી ત્રણ દિવસ પહેલા ચોરીને ઝાડીમાં છુપાવી દીધા હતાં. કોઇને વેંચે એ પહેલા બંને શખ્સ પકડાઇ ગયા છે. 

પોલીસે વિક્ષીત નવનીતભાઇ જીતીયા (ઉ.૨૨-રહે. સર્વોદય સોસાયટી, વિરાણી હાઇસ્કૂલ પાછળ) તથા વિશાલ ગોવિંદભાઇ ભંડેણીયા (ઉ.૨૪-રહે. સર્વોદય-૫, વિરાણી હાઇસ્કૂલ પાછળ)ને જીજે૩ઇપી-૧૮૮૫ તથા જીજે૩એફઆર-૬૪૦૪ સાથે ચોક્કસ બાતમીના આધારે પકડી લઇ પુછતાછ કરતાં બંનેએ ત્રણ દિવસ પહેલા બે બાઇક રામકૃષ્ણનગર મેઇન રોડ પરના પ્રેમ લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસેના રોડ પરથી ચોરીને ઝાડીમાં છુપાવી દીધાનું કબુલતાં એસઓજીની ટીમે આ બંને વાહન કબ્જે કરી બંને શખ્સની ધરપકડ કરી છે. આ વાહન ચોરીના ગુના એ-ડિવીઝનમાં દાખલ થયા હતાં.

એસઓજી પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. વિજયભાઇ શુકલા, મનરૂપગીરી, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, ગિરીરાજસિંહ, મેહુલભાઇ, નિર્મળસિંહ, ચેતનસિંહ, રણછોડભાઇ, ક્રિપાલભાઇ, બ્રીજરાજસિંહ, યુવરાજસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનરૂપગીરી, ગિરીરાજસિંહ ઝાલા અને નિર્મળસિંહને બાતમી મળતાં આ કામગીરી થઇ હતી. વિક્ષીતો જીતીયા અગાઉ અપહરણના ગુનામાં પણ પકડાયો હતો. તે સાડી-પટોડાનો ધંધો કરે છે. જ્યારે વિશાલ કાચના કારખાનામાં કામે જાય છે.

(3:58 pm IST)