Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આયુર્વેદા સ્પાના ઓઠા હેઠળ ચાલતુ'તું કૂટણખાનુઃ ગ્રાહક પાસેથી ૪ હજાર વસુલી ૧ હજારની મસાજની પહોંચ અપાતી!

યુનિવર્સિટી રોડ પર ગાંધીગ્રામ પોલીસે 'ડમી ગ્રાહક' મોકલી ગોરખધંધા ઉઘાડા પાડ્યાઃ રવિ સોની અને આસામના નિલેષ પડ્ડયાચીની ધરપકડઃ ચાર માસથી બંને દેહવિક્રયનો ધંધો કરાવતા હતાં : એક આસામની યુવતિ અને એક ગાંધીગ્રામની મહિલાને દેહવિક્રય માટે રાખવામાં આવી હતી

રાજકોટ તા. ૪: કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ વચ્ચે યુનિવર્સિટી રોડ પર ડોમીનોઝ પીઝઝાની પાછળ આવેલા આયુર્વેદા વેલનેસ એન્ડ હેલ્થકેર સ્પામાં સ્પાના ઓઠા તળે દેહવ્યાપાર થતો હોવાની બાતમી પરથી ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતાં સોની શખ્સ અને આસામના શખ્સને દબોચી લીધા હતાં. એક આસામની અને એક ગાંધીગ્રામની લલના પાસે દેહવ્યાપાર કરાવડાવી આ બંનં ભાગીદાર રોકડી કરતાં હતાં. ગ્રાહક આવતાં જ તેને કોન્ડોમનું પેકેટ આપી દેવાતું હતું અને  'જેવો મુરગો તેવા ભાવ' મુજબ પૈસા વસુલાતા હતાં. ચારેક માસથી ભાડાની આ જગ્યામાં આવા ગોરખધંધા થતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદી બની ૧૫૦ રીંગ રોડ પર રાવલનગર-૪માં આરએમસી ગાર્ડન સામે રહેતાં આયુર્વેદા સ્પાના સંચાલક રવિ અશોકભાઇ ચલા (સોની) (ઉ.૩૨) તથા તેના ભાગીદાર સાધુ વાસવાણી રોડ પર વિશ્વકર્મા સોસાયટી-૧૮માં રહેતાં મુળ આસામના નિલષ્ેા કંદસ્વામી પડ્ડયાચી (ઉ.૨૭) સામે ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સી એકટ ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૬, ૭ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ભટ્ટ, એએસઆઇ પુષ્પાબેન પરમાર, એએસઆઇ મહેશભાઇ લુવા, હેડકોન્સ. પ્રશાંતભાઇ રાઠોડ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે યુનિવર્સિટી રોડ પર આયુર્વેદા વેલનેસ એન્ડ હેલ્થકેર સ્પામાં સ્પાના ઓઠા તળે દેહવેપલો થાય છે. આ માહિતી પરથી બોગસ ગ્રાહકને મોકલી પાછળ પોલીસની ટીમ પહોંચી હતી.

પોલીસે તપાસ કરતાં સ્પામાં કુલ પાંચ રૂમ જોવા મળ્યા હતાં. જેમાં એક રૂમમાંથી પોલીસે મોકલેલો બોગસ ગ્રાહક તથા મહિલા કઢંગી હાલતમાં જોવા મળ્યા હતાં. ગ્રાહકને બહાર બોલાવી પંચની હાજરીમાં પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે સ્પા સંચાલકોએ રૂ. ૪૦૦૦ વસુલ કરી તેની સામે મસાજ માટેની રૂ. ૧૦૦૦ની જ પહોંચ આપી હતી. તેમજ શરીર સંબંધ બાંધવાની વ્યવસ્થા કરી આપી કોન્ડોમ પણ આપ્યો હતો. રૂમમાંથી મળેલી ૨૬ વર્ષની યુવતિ મુળ આસામની છે. તેણીએ પણ ગ્રાહક પાસેથી ચાર હજાર લીધાની વાત કબુલી હતી. આમાંથી પોતે તથા સ્પા સંચાલકો સરખે ભાગે રકમ વહંચી લેતા હોવાનું પણ કહ્યું હતું.

બીજા રૂમ નં. ૫માં તપાસ કરતાં એક ૩૨વર્ષની મહિલા મળી હતી. તે ગાંધીગ્રામમાં રહેતી હોવાનું અને સ્પા વર્કર હોવાનું તેમજ અહિ સ્પા સંચાલકોએ દેહવ્યાપાર માટે રાખી હોવાનું જણાવ્યું હતું. આ બંને મહિલાને પોલીસે સાહેદ બનાવી હતી. રવિ તથા નિલેષ પાસેથી બંનેના મોબાઇલ ફોન, રોકડ,  કોન્ડોમ, રૂ. ૫ હજાર મળી કુલ રૂ. ૮૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ચારેક માસ પહેલા રવિ અને નિલેષએ સ્પા માટે જગ્યા ભાડે રાખી હતી અને બાદમાં ગોરખધંધા શરૂ કરી દીધાનું તપાસમાં ખુલ્યું છે. પીએસઆઇ જે. એમ. ભટ્ટ વધુ તપાસ કરે છે.

(3:57 pm IST)