Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આત્મીય યુનિવર્સિટી દ્વારા ધો. ૧૦ અને ૧૨ની ઓપન રાજકોટ મોક પરીક્ષા યોજાશે

તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન બોર્ડની જેમજ પરીક્ષા લેવાશે, પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર

રાજકોટ તા ૪ : વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી મુકત થાય અને બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ પ્રાપ્તકરી શકે તેવા ઉદે્શથી આત્મીય યુનિવર્સિટી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ઓપન રાજકોટ મોક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૭ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન આ મોક પરીક્ષામાં રાજકોટની કોઇપણ  શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. એક સાથે ત્રણ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ શકે તે પ્રકારે આત્મીય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવનાર છે. આ  પરીક્ષામાં ભાગ લેનાર દરેેેક વિદ્યાર્થીને આદર્શ પ્રશ્નપત્ર સંપૂટ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

આત્મીય યુનિવર્સિટીના પ્રો વેસ્ટ પ્રો. સંથાકૃષ્ણનના જણાવ્યા પ્રમાણે કારકિર્દી નિર્માણના પ્રથમ પડાવરૂપ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો  વિદ્યાર્થીઓને ડર લાગતો  હોય  છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કુલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેકટીસ પેપર લખતા હોય છે. આથી  વિદ્યાર્થીઓને પ્રેકટીસ થાય અને  ડર પણ નીકળી જાય એવા ઉદે્શથી આ પરીક્ષાનું આયોજન ત્યાગ વલ્લભ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે.

બોર્ડની રીતે જ પ્રવેશ, પેપર વિતરણ, સ્ટીકર્સ, સપ્લીમેન્ટરી, ચેકિંગ વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના  વિદ્યાર્થીઓ માટે તા. ૭ ફેબ્રુઆરી એ  ફીઝીકસ, તા. ૮ ફેબ્રુઆરીએ કેમિસ્ટ્રી, અને તા. ૯ ફેબ્રુઆરીએ મેથ્સ/બાયોલોજીની  પરીક્ષા લેવામાં આવશે. જયારે ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે તે ૭ ફેબ્રુઆરીએ મેથ્સ, તા. ૮ ફેબ્રુઆરીએ સાયન્સ અને તા. ૯  ફેબ્રુઆરીએ  અંગ્રેજીની પરીક્ષા ગોઠવવામાં આવી છે.

સામાજીક  ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે યોજાનાર આ ઓપન રાજકોટ મોક પરીક્ષામા ં કોઇપણ સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીને રુ પાંચ હજાર, દ્વિત્ય ક્રમે રહેનાર વિદ્યાર્ર્થીને રુ ત્રણ હજાર અને તૃતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને રુ બેહજાર પ્રોત્સાહન  સ્વરૂપે આપવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રથમ પચાસ ક્રમમાં સ્થાન પામનાર બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન  આપવા  માટે  નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તા. ૫ સુધી  સવારે ૯.૦૦ થી ૩.૦૦ દરમિયાન આત્મીય યુનિવર્સિટી, યાગીધામ, કાલાવડ રોડ, રાજકોટ રૂબરૂ મળવા અથવા  વિશેષ માહિતી ૯૦૯૯૦ ૭૬૧૪૧/ ૯૯૭૮૯ ૯૦૮૯૦ પર ફોન કરવાથી મળી શકશે.

ઓપન રાજકોટ મોક પરીક્ષાનાં સમગ્ર આયોજનને  ફેકલ્ટી  ઓફ એન્જીનિયરીંગના ડીન ડો. જી.ડી. આચાર્ય, ડે રજીસ્ટ્રાર પ્રો. આશિષ કોઠારી, જીજ્ઞેશ રાઠોડ વગેરેના માર્ગદર્શનમાં આખરી  ઓપ  અપાઇ રહ્યો છે. રાજકોટની વિવિધ સ્કુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મોક પરીક્ષામાં ભાગ લેવા આત્મિય યુનિવર્સિટી દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે

(3:56 pm IST)