Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

માલીયાસણ નજીક આશ્રમમાં અયોધ્યા મંદિરના મહંત શ્યામ સુંદરદાસના રોકડ ભરેલા થેલાની ચોરી

તસ્કરે થેલામાંથી ર૦ હજાર રોકડા કાઢી લઇ એટીએમમાંથી ૬૪ હજાર ઉપાડી લીધાઃ બીજા બે પદયાત્રીના થેલા પણ ઉઠાવ્યાઃ તસ્કર કેમેરામાં દેખાયો

રાજકોટ, તા., ૪: કુવાડવા રોડ માલીયાસણ પાસેઆવેલા રામધામ આશ્રમમાં રોકાયેલા અયોધ્યાના મંદિરના મહંત તથા અન્ય બે પદયાત્રીઓના થેલા ઉઠાવી જઇ તસ્કરે રોકડ સહીતની મતા ચોરી જતા કુવાડવા રોડ પોલીસમાં લેખીત ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ ઉતરપ્રદેશ ફૈઝાબાદના અયોધ્યામાં નવી કોલોની પાસે સુરયુકુંજ મંદિરના મહંત અને ત્યાં જ રહેતા શ્યામસુંદરદાસ  (ઉ.વ.પપ) તથા કૌશ્લેન્દ્રકુમાર રામશંકર અને રામપ્રકાશ સીતારામભાઇ સાથે પગપાળા ચાર ધામની યાત્રાએ નિકળ્યા હતા. બાદ ત્રણેય તા.૪ જાન્યુઆરીનારોજ કુવાડવા રોડ માલીયાસણ પાસે આવેલ રામધામ આશ્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં રોકાયા હતા. બાદ ચાર દિવસ પહેલા રાત્રે આશ્રમના હોલમાં સુતા હતા મોડી રાત્રે કોઇ અજાણ્યો શખ્સ આશ્રમમાં ઘુસી ત્રણેયના થેલા ઉઠાવી ગયો હતો અને મહંતના થેલામાંથી રૂ. ર૦ હજાર રોકડા તથા એટીએમ કાર્ડ તથા બીજા બે પદયાત્રીના થેલામાંથી રૂ. ૧૦૦૦ રોકડા ચોરી કરી ત્રણેય થેલા બાવળની જાળીમાંફેંકી દીધા હતા. બાદ તસ્કરે મહંત શ્યામ સુંદરદાસના એટીએમમાંથી રૂ. ૬૪ હજાર ઉપાડી લીધા હતા આ અંગે મહંતે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરતા આશ્રમના સીસીટીવી ફુટેજમાં તસ્કર થેલાની ચોરી કરતો નજરે પડતા પોલીસે વધુ તપાસ આદરી છે.

(3:52 pm IST)