Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કોઠારીયા સોલવન્ટમાં પરપ્રાંતિ યુવાન શની કુશવાહાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટ નારાયણનગર-૮માં રહેતાં શની ધર્મેશભાઇ કુશવાહા (ઉ.૧૯) નામના પરપ્રાંતિય યુવાને ઘરમાં છતના હુકમાં દોરી ચુંદડી બાંધી ફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર શની બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને અગાઉ કારખાનામાં કામ કરતો હતો. પરંતુ એકાદ મહિનાથી માનસિક તકલીફ હોઇ કામે પણ જતો નહોતો. આજે અચાનક આ પગલુ ભરી લીધુ હતું. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)