Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જાહેર : બુધવારે અર્પણ સમારોહ

પૂર્વ પ્રાથમિકમાં ભાવનગરના દીપાબેન પટેલ , પ્રાથમિક વિભાગમાં સુરતના મધુબેન દારૂવાલા અને માધ્યમિકમાં રાજકોટના ઉમેશભાઇ વાળાની પસંદગી

રાજકોટ તા ૪ :  સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા દર વર્ષે પૂર્વ પ્રાથમિક  અને માધ્યમિક  શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયમાં કાર્યરત શિક્ષકોમાંથી પસંદગી સમિતી દ્વારા ઉત્તમ ગુણવત્તાયુકત કાર્ય કરનાર શિક્ષકની પસંદગી કરી '' સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ '' દ્વારા સન્માનિત કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કુલ ૬૬ શિક્ષકો આ એવોર્ડથી સન્માનિત થયા છે.

વર્ષ૨૦૧૭-૨૦૧૮નો ''સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ''  સંસ્થાના સ્વજન યુ.એસ.એ. સ્િથિત ડો. અલ્પનાબેન ગાંધી તથા દિનેશભાઇ ગાંધી, ન્યુ જર્સી, યુ.એસ.એ. ના આર્થિક સહયોગતી અર્પણ કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકોના કાર્યના  અહેવાલ, મૂલ્યનિષ્ઠ કેળવણીકારોનું અનુમોદન અને સ્થળ તપાસના તારણોના આધારે સ્થાનિક પસંદગી સમિતિ દ્વારા પૂર્વ-પ્રાથમિક વિભાગમાંથી શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર ભાવનગરના  શિક્ષિકા  દીપાબહેન પટેલ , પ્રાથમિક વિભાગમા શ્રી ગજરાબા, પ્રાથમિક શાળા- સુરતના  શિક્ષિકા મધુબહેન દારૂવાલા, અને માધ્યમીક વિભાગમાં   ં સેન્ટ મેરિ  સ્કૂલ રાજકોટના  ઉમેશભાઇ વાળાની પસંદગી કરવામાં આવી છે.

આ  શિક્ષકોને રોકડ   પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને રૂ ૧૦૦૦/- નો પુસ્તક સંપૂટ અર્પણ કરવામાં  આવશે. આ એવોર્ડ વિતરણ  સમારંભ આગામી તા. ૬ ના બુધવારે સવારે ૧૦ કલાકે ઇન્સ્ટિીટયુટ ઓફ કવોલિટી એજયુકેશન, ૯, જલારામ પ્લોટ-ર મહર્ષિ  ટાવર સામે યુનિવર્સિટી રોડ, રાજકોટમાં યોજેલ છે. જેમાં અધ્યક્ષસ્થાને સાંદીપની વિદ્યાનિકેતન, પોરબંદરના સંસ્થાપક અને ભાગતાચાર્ય પુજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહેશે. (૩.૫)

(3:41 pm IST)