Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હરિભાઇ ડાંગરની તબિયતમાં સુધારોઃ વજુભાઇ વાળાએ ખબર પૂછયા

ભાજપ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર

રાજકોટ : ગઇ તા. ર૩મીએ ભાજપના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર તેમજ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગરના પતિ હરિભાઇ ડાંગરને બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને સીનર્જી હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવાર માટે નાજુક સ્થિતિમાં દાખલ કરાયેલ. જયાં આ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડો. જયેશ ડોબરીયા, ડો. અલ્પેશ, ડો. મીલાપ, મશરૂની ટીમે સતત જહેમત અને ઘનિષ્ઠ સારવાર આપતા હરિભાઇ ડાંગરે પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધાનું તેઓના પુત્ર શૈલેષભાઇ ડાંગરે જણાવ્યું હતું. તઓએ જણાવેલ કે મિત્રો, શુભેચ્છકો, સ્નેહીજનોની પ્રાર્થનાથી હરિભાઇની તબિયત હવે સુધારા ઉપર છે. તેઓને આઇસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા છે અને તેઓએ ખોરાક પણ લેવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. કથીરીયાએ હરિભાઇના રૂબરૂ ખબર અંતર પૂછયા હતાં જે તસ્વીરમાં દર્શાય છે.

(3:37 pm IST)