Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મૉં વાત્સલ્ય - મૉંઅમૃતમ કાર્ડ માટે આજથી તા.૬ સુધી દરેક વોર્ડ ઓફીસે ફોર્મ વિતરણ શરૂ

આયુષમાન કાર્ડ માટે લાભાર્થીનાં ઘરે સ્લીપ પહોંચાડાશેઃ યોજનાનો લાભ લેવા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ, તા.૪: મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ગુજરાતનો પ્રથમ આયુષ્માન ભારત (PM-JAY) કાર્ડનો મેગા કેમ્પ કરી રહ્યું છે સાથે માં વાત્સલ્ય કાર્ડની પણ કામગીરી કરવામાં આવશે.

આ અંગે વિશેષ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકરે જણાવેલ હતું કે નીચે દર્શાવેલ વોર્ડ ઓફિસેથી સુવ્યવસ્થિત આયોજન માટે તા.૬ સુધી સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી વોર્ડ ઓફિસો ખાતે માં વાત્સલ્ય યોજનાના ફોર્મ વિનામુલ્યે મળી શકશે. આ ફોર્મ સાથે કુટુંબની વાર્ષિક ત્રણ લાખથી ઓછી આવકનો દાખલો, રેશન કાર્ડ, કુટુંબના સભ્યોના આધાર કાર્ડ કે અન્ય ફોટો આઈ.ડી. ફોર્મની સાથે પરત તા.૬ સુધીમાં જે તે વોર્ડ ઓફિસે રજુ કરવાના રહેશે. નિયત ડોકયુમેન્ટ સાથેના ફોર્મના અરજદારોને ટોકન આપવામાં આવશે. માત્ર આ ટોકન લઈને અરજદારે કુટુંબના સભ્યો સાથે સવારે ૦૮:૩૦ વાગ્યે તા.૧૦ રવિવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે રૂબરૂ આવવાનું રહેશે.(૨૩.૧૧)

ફોર્મ મેળવવા માટેની વોર્ડ ઓફીસોઆ તકે આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકરે આયુષ્માન ભારત (PM-JAY) માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આ યોજનાના ૯૬,૦૦૦ કુટુંબો છે. આ યાદી કેન્દ્ર સરકારની સોસીયો ઈકોનોમીકલ કાસ્ટ સેન્સશ ૨૦૧૧ મુજબની છે. જેથી આ યોજનાનો લાભ માત્ર આ યાદીમાં નામ ધરાવનાર કુટુંબોને મળવાપાત્ર છે. આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થીએ પોતાનું અને પોતાના કુટુંબનું નામ યાદીમાં છે કે નહિ તે mera.pmjay.gov.in વેબસાઈટ પરથી તેમજ આ યોજનાનો હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૧ ૫૬૫/ ૧૪૫૫૫ પરથી જાણી શકાશે.

ગુજરાતના પ્રથમ આયુષ્માન કાર્ડ મેગા કેમ્પના આયોજન વ્યવસ્થાના ભાગરૂપે આયુષ્માન કાર્ડની સ્લીપ નિયત કરેલ સંખ્યાના કુટુંબોને આરોગ્ય શાખાના કર્મચારી દ્વારા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે જેમને આ સ્લીપ આપવામાં આવે તેમણે કુટુંબના રેશનકાર્ડમાં દર્શાવેલ સભ્યોએ આ સ્લીપ, ઓરીજીનલ રેશન કાર્ડ તથા ઓરીજીનલ આધાર કાર્ડ સાથે ફરજીયાત લાવી તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ રવિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ફરજીયાત રૂબરૂ આવવાનું રહેશે. વધુમાં આરોગ્ય સમિતિ ચેરમેનશ્રીએ જણાવેલ છે આયુષ્માન કાર્ડની બાકી રહેલ સ્લીપ વિતરણ આ મેગા કેમ્પ પછી વોર્ડ વાઈઝ કેમ્પનું આયોજન કરી કરવામાં આવશે.(૨૩.૧૧)

ક્રમ  વોર્ડ નં. વોર્ડ ઓફીસનું સરનામું

૧   વોર્ડ નં.૧-અ    વોર્ડ નં.૧-અ, રામાપીર ચોકડી, ફાયર બ્રિગેડ નીચે

૨   વોર્ડ નં.૮-અ    વોર્ડ નં.૮-અ, સોજીત્રાનગર, પાણીના ટાંકા સામે

૩   વોર્ડ નં.૯-અ    વોર્ડ નં.૯-અ, પેરેડાઈઝ હોલ વાળો રોડ, ત્રિલોક પાર્કના ખૂણે

૪   વોર્ડ નં.૧૦-અ વોર્ડ નં.૧૦-અ, રોયલ પાર્કના ખૂણે, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૫   વોર્ડ નં.૧૧-અ  વોર્ડ નં.૧૧-અ,નાના મૌવા ચોક , ૧૫૦ ફૂટ રીંગ રોડ

૬   વોર્ડ નં.૧૨-અ  વોર્ડ નં.૧૨-અ, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૭   વોર્ડ નં.૨-અ    વોર્ડ નં.૨-અ, ગીત ગુર્જરી સોસા., રામેશ્વર ચોક ડ્રેનેજ પમ્પીંગ સ્ટે.પાસે

૮   વોર્ડ નં.૩-અ    વોર્ડ નં.૩-અ બેડીનાકા ટાવર પાસે, પમ્પીંગ સ્ટે., કેશરી હિંદ પુલ પાસે

૯   વોર્ડ નં.૭-અ    વોર્ડ નં.૭-અ, એસ્ટ્રોન સિનેમા પાસે, શિવાજી પાર્ક પાસે, ટાગોર રોડ

૧૦  વોર્ડ નં.૧૩-અ  વોર્ડ નં.૧૩-અ, કૃષ્ણનગર મેઈન રોડ, ગુરૂપ્રસાદ સોસા.ની બાજુમાં

૧૧  વોર્ડ નં.૧૪-અ  વોર્ડ નં.૧૪-અ, સિંદુરિયા ખાણ શોપિંગ સેન્ટર પાસે, કોઠારીયા રોડ

૧૨  વોર્ડ નં.૧૭-અ  વોર્ડ નં.૧૭-અ, સહકાર નગર મેઈન રોડ , શાળા નં.૫૧ ની બાજુમાં

૧૩  વોર્ડ નં.૪-અ    વોર્ડ નં.૪-અ, સિટી સ્ટેશન પાસે, જુનો મોરબી રોડ

૧૪  વોર્ડ નં.૫-અ    વોર્ડ નં.૫-અ, ધકાણ હોસ્પિટલ, સામે, કુવાડવા રોડ

૧૫  વોર્ડ નં.૬-અ    વોર્ડ નં.૬-અ, શકિત ઇન્ડસ્ટ્રીઝ ઝોન, ઇન્ડિયા પ્રિન્ટની બાજુમાં, સંત કબીર રોડ

૧૬  વોર્ડ નં.૧૫-અ  વોર્ડ નં.૧૫-અ, ભગવતી સોસા. શેરી નં.૪ મધર ટેરેસા આશ્રમ પાસે, દૂધ સાગર રોડ

૧૭  વોર્ડ નં.૧૬-અ  વોર્ડ નં.૧૬-અ, નીલકંઠ સિનેમા પાછળ, મેહુલનગર શેરી નં.૬, કોઠારીયા મે. રોડ

૧૮  વોર્ડ નં.૧૮-અ  વોર્ડ નં.૧૮-અ, પુરૂષાર્થ સોસા. સામે કિરણનગર મે.રોડ

(3:33 pm IST)