Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાજપ મહિલા મોરચાએ ફિલ્મ 'મણીકર્ણીકા નિહાળી

 ચાતુરી, પરાક્રમ, બલિદાનના ત્રિવેણી સંગમ ધરાવતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જીવનગાથા દર્શાવતુ ચલચિત્ર 'મણીકર્ણીકા' શહેર ભાજપ મહીલા મોરચાના બહેનોએ નિહાળ્યુ હતુ. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ મહીલા મોરચાની બહેનોએ કોસ્મોપ્લેકસ ખાતે આ ફિલ્મ માણી હતી. (૧૬.૨)

(3:32 pm IST)