Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવરબ્રીજ માટે ૫૯.૨૪ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ

હોસ્પિટલ ચોકથી - જામનગર રોડ રેલવે હોસ્પિટલ સુધી - હોસ્પિટલ ચોકથી જ્યુબેલી બાગ સુધી અને હોસ્પિટલ ચોકથી આઇ.પી.મિશન સ્કુલ સુધી - એમ ત્રિ-પાંખીયો ફલાય ઓવરબ્રીજ બનશે : બ્રીજ માટે ૧૪ મિલ્કતો કપાત થશે : મેયર બીનાબેન તથા કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ તા. ૪ : શહેરનાં પ્રવેશદ્વાર સમા હોસ્પિટલ ચોકમાં પાંચ રસ્તાઓ ભેગા થાય છે તેથી સર્જાતી ટ્રાફિકજામની કાયમી સમસ્યા દુર કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારનાં સહયોગથી આ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર (ત્રિ-પાંખીયો) ફલાય ઓવરબ્રીજ બનાવવા નિર્ણય લેવાયો છે. જેના માટે રૂ. ૫૯.૨૪ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવાયું છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય અને મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે શ્રેણીબદ્ઘ પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાને મહત્વપૂર્ણ આર્થિક સહયોગ સાંપડી રહયો છે. શહેરમાં સરળ પરિવહન માટે બે દિવસ પહેલા જ ગોંડલ ચોકડી ખાતે નિર્માણ પામનારા ફલાયઓવરનું માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. આ સિલસિલો આગળ ધપાવતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોકમાં રાજય સરકારશ્રીના સહયોગથી કુલ રૂ. ૫૯.૨૪ કરોડના ખર્ચે ટ્રાયએન્ગ્યુંલર ફલાયઓવર બ્રીજનિર્માણ પામનાર ફલાયઓવર માટે આજે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

મેયરશ્રી અને કમિશનરશ્રીએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફલાયઓવર એટલે કે, ફલાયઓવરનો એક છેડો જામનગર રોડ પર રેલ્વે હોસ્પિટલના ગેઈટ નજીક , બીજો છેડો કુવાડવા રોડ પર આઈ. પી. મિશન સ્કૂલ પાસે અને ત્રીજો છેડો જવાહર રોડ નજીક જયુબિલી બાગ પાસેના નાલા પાસે આવશે, એમ ત્રણ દિશામાંથી આવવા જવાની સુવિધા ઉપલબ્ધ બનાવનાર ટ્રાયએન્ગ્યુંલર ફલાયઓવર બ્રીજ (ત્રિપાંખીયો ફલાયઓવર) બનશે.

મેયર બિનાબેન આચાર્ય અને અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ ફલાયઓવરના ટેન્ડર બહાર પડી ચુકયા છે અને હવે તા.૧૧.૨.૨૦૧૯ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રિ-બીડ મિટિંગનું આયોજન પણ કરવામાં આવનાર છે.

મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફલાયઓવર બ્રીજનો પ્રોજેકટ હાથ ધરેલ છે. આ પ્રોજેકટની કન્સલ્ટન્ટન્સી સર્વિસીસ મેળવવા અર્થે અમદાવાદની ઝ્રચ્ન્જ્ કન્સલ્ટન્ટીંગ એન્જીનીયર્સ(ઇન્ડિયા) પ્રા. લી.ની નિમણુંક સ્થાયી સમિતિ ઠરાવ નં.-૪૨૧/તા.૩૧-૦૩-૨૦૧૮ થી કરવામાં આવેલ. સિવિલ હોસ્પિટલ ચોકનું ટ્રાફિક વોલ્યુમ સર્વે કર્યા પછી સ્થળ ઉપર કુવાડવા રોડ, જવાહર રોડ તથા જામનગર રોડ માટે ટ્રાયએન્ગ્યુંલર ફલાયઓવરબ્રીજની ફીઝીબીલીટી નક્કી થયેલ છે. આ સ્થળે ફોરલેનનો ફલાયઓવરબ્રીજ બનાવતા સર્વિસ રોડની પહોળાઈ ઓછી મળતી હોઈ હયાત ચોવીસ મીટરનો ય્બ્ષ્દ્ગચ વધારીને ૨૯.૦૦મી કરવાનું નક્કી થયેલ છે.

ફલાય ઓવરબ્રીજ માટે આ મુજબ જમીન સંપાદન કરાશે

જામનગર રોડ પર બે મિલકતો માંથી ૨૭૦૯.૦૦ ચો.મી., જવાહર રોડ પર આવેલ ચાર મિલકતો માંથી ૧૩૧૧.૦૦ ચો.મી., કુવાડવા રોડ પર આવેલ આઠ મિલકતો માંથી ૧૯૮૮.૦૦ ચો.મી, આમ મળીને કુલ આશરે ૬૦૦૮.૦૦ ચોમી. જમીનનું સંપાદન કરવાનું થાય છે.

જ્યારે આ ફોરલેન ફલાય ઓવરબ્રિજ માટે સર્વિસ રોડની પહોળાઈ ૬.૦૦ મી. બંને તરફ તથા બંને તરફ ફૂટપાથની પહોળાઈ ૦.૯૦ મીટર રહેશે. અને જવાહર રોડ તરફ બ્રિજની લંબાઈ ૨૯૯.૦૦ મી. તેમજ કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઈ ૪૦૦.૦૦ મી. જેટલી રખાશે.

નોંધનિય છે કે, આ બ્રીજમાં જામનગર રોડ તરફ બ્રિજની લંબાઈ ૩૬૭.૦૦ મી., જવાહર રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ (પૂલનો ઢાળ) ૧:૨૮, જામનગર રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ (પૂલનો ઢાળ) ૧:૩૫, કુવાડવા રોડ તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ (પૂલનો ઢાળ) ૧:૩૨, કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર થયેલ અંદાજપત્ર મુજબ બ્રિજની કન્સ્ટ્રકશન માટે રૂ. ૫૯.૨૪ કરોડ, યુટીલીટી શિફટીંગ માટે રૂ. ૫ કરોડ ખર્ચાશે અને કપાતનાં વળતર પેટે  રૂ. ૫ કરોડ ચૂકવાશે. કુલ ખર્ચ રૂ. ૭૦ કરોડ થનાર છે. (૨૧.૩૧)

ફલાય ઓવરબ્રીજ માટે બેંક, મેડીકલ કોલેજ, હોટલો-રેસ્ટોરન્ટ સહિતની મિલ્કતો કપાશે

રાજકોટઃ હોસ્પીટલ ચોકમાં નિર્માણ થનાર ટ્રાયેન્ગેલર ફલાય ઓવરબ્રિજ માટે આ મુજબની મિલ્કતો કપાત થશે.

કપાતમાં આવતી અન્ય મિલ્કતોમાં રેલવેની ૧૦૬પ સ્કવેર મીટર, મેડિકલ કોલેજ ૧૦૦૭ સ્કવેરમીટર, આંબેડકર સ્ટેચ્યુ આસપાસ ર૦ સ્કવેરમીટર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૩ર, પ્લેટિનમ હોટલ ૯પ, ધી ગ્રાન્ડ ઠાકર હોટલ, ૯પ, રઘુવંશી નિવાસ ૧૮, જયુબિલી ટ્રેડ સેન્ટર ૧૦, પ્રોફેસર કવાર્ટર ૧૮, જનાના સિવિલ હોસ્પિટલ ૩૬૮, પેટ્રોલ પમ્પ ૮૬, સિવિલ કોર્ટ૭૦, સ્કુલ નં.૧૦ અને સુલભ શૌચાયલ ૧ર૭, આઇ.પી.મિશન સ્કુલ ૩રર, ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ ૧૩૯, ફેમિલી કોર્ટ ૧૩ર અને એડીઆર સેન્ટર ૧૪પ સ્કવેરમીટર કપાત થશે.

(3:29 pm IST)