Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ગુરૂવારથી ઓશો સાધના ધ્યાન શિબિર

અમૃત સાધના (પુના), રાધેશ્યામ (અમદાવાદ), અંતર કિરન (પોરબંદર), ડો.સુજાતા ઉદેશી (મુંબઈ) અને ડિમપલ (મહેસાણા)ના સાનિધ્યમાં ચાર દિવસીય શિબિરનું આયોજન

રાજકોટ, તા. ૪ : પુના ઓશો આશ્રમના મા અમૃત સાધનાના સાનિધ્યમાં તા.૭ના ગુરૂવારથી તા.૧૦ સુધી ઓશો સાધના ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મા અમૃત સાધના (પુના), રાધેશ્યામ (અમદાવાદ), અંતર કિરન (પોરબંદર), ડો.સુજાતા દેસાઈ (મુંબઈ) અને ડિમ્પલ (મહેસાણા) સંચાલન કરશે.

રાજકોટ - કાલાવડ રોડ પર રાજકોટથી ૧૭ કિ.મી. દૂર બાલાસર ગામ પાસે, કુદરતી વાતાવરણ અને શાંતિમય જગ્યામાં ઓશો નિર્વાણ ડે સેલીબ્રેશન નિમિતે નવા નિર્માણ પામેલ બુદ્ધા હોલમાં સામુહિક સાધના શિબિર ઓશો સાધના ધ્યાન શિબિરનું રહેવા - જમવાની સુવિધા સાથે ઓશો વાટીકામાં આયોજન કરવામાં આવેલ છે.

શિબિરનું સંચાલન મા અમૃત સાધના ઓશો આશ્રમ - પુના પધારી સંચાલન કરશે. તેમના સાનિધ્યમાં ઓશોએ આપેલી એકટીવ ધ્યાન વિધિઓ સામુહિક વિશિષ્ટ પ્રયોગો દ્વારા થશે.

ઓશો કહે છે કે, બુદ્ધના સમયમાં લોકો એટલા સરળ હતા કે સરળતાથી બેસી ધ્યાનમાં પ્રવેશ કરી શકાતો. પરંતુ આજના તનાવભર્યા માહોલમાં તેમજ ઝડપી અને ટેકનોલોજી યુકત યુગમાં સરળતાથી ધ્યાનમાં જવું મુશ્કેલ છે. ઓશોએ આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અતિ આધુનિક ધ્યાનની વિધિઓ એકટીવ ધ્યન આપેલ છે. વિશેષ માહિતી માટે ૯૯૭૮૪ ૮૦૮૨૯, ૯૮૯૮૯ ૮૦૪૪૦ સ્થળ : ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઈડનો રોડ, (વાયા વાગુદળ-બાલાસર રોડ), રાજકોટ.(૩૭.૨)

(12:03 pm IST)