Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સરકારના વિકાસ કામોની માહિતી અને લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીએઃ ડી.કે.રાજકોટ જિલ્લા ભાજપની બેઠક મળીઃ પ્રભારી પ્રકાશ સોનીની હાજરી

રાજકોટ જિલ્લા ભાજપની બેઠક મળીઃ પ્રભારી પ્રકાશ સોનીની હાજરી

રાજકોટ તા.રઃ જિલ્લા ભાજપ દ્વારા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ જિલ્લા અધ્યક્ષ ડી.કે. સખીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રભારી પ્રકાશભાઇ સોની, મહામંત્રીસર્વશ્રી ભાનુભાઇ મહેતા, ડો. ભરતભાઇ બોઘરા ઉપસ્થિત રહી આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અંગે રાજકોટ જિલ્લાના મુખ્ય હોદ્દેદારો, મંડલોના પ્રભારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.

આ તકે પ્રકાશભાઇ સોનીએ સંગઠનાત્મક અંગેની માહિતી મેળવી હતી અને તમામ તાલુકા, મંડલો ઉપર શકિતકેન્દ્રોના ઇન્ચાર્જ, તમામ સેલ- મોરચાના હોદ્દેદારોની નિમણૂંક પ્રક્રિયા વહેલાસર પૂરી કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.આ તકે જિલ્લા અધ્યક્ષશ્રી ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપા સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર રચશે ત્યારે આપણી મોટી જવાબદારી બની રહે છે કે સરકારના વિકાસકાર્યો લોકો સુધી પહોંચાડવા અને પ્રત્યેકને સરકારના લાભો મળી રહે તે અંગે પુરતું માર્ગદર્શન આપવું.

આ તકે જિલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ સંગઠન અંગેની માહિતી આપી હતી અને લોકસભાની ચૂંટણી અંતર્ગત આવનાર  કાર્યક્રમોની માહિતી આપી હતી.

આ તકે જિલ્લા મહામંત્રીશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓને વર્ણવી હતી.

(12:12 pm IST)