Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અગાઉ આઠ વાહન ચોરી-લૂંટમાં સંડોવાયેલા રવિ ઉર્ફ જીગો સોલંકીને ગાંધીગ્રામ પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડ્યો

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસે હાલ કોટડા સાંગાણી રહેતાં મુળ ધ્રોલના રવિ ઉર્ફ જીગો હસમુખભાઇ પરમાર (ઉ.૨૨) નામના દેેવીપૂજક શખ્સને માધાપર ચોકડીએ થી ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે. આ બાઇકના માલિક કોટડા સાંગાણીના વિનોદભાઇ સોલંકી હોવાનું ખુલ્યું છે. ઝડપાયેલો જીગો ઉર્ફ રવિ અગાઉ આઠ મોટરસાઇકલની ચોરી અને લૂંટના ગુનામાં પકડાઇ ચુકયો છે. ગાંધીગ્રામના ઇન્ચાર્જ પી.આઇ. આર. જે. જાડેજા અને ટીમના રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિનેશભાઇ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

(12:01 pm IST)