Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં 'આપ'ના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર

રાજકોટ તા. ૪ : આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલીકાના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ વોર્ડ નં. ૨ માં રાજભા ઝાલા (મો.૯૮૨૫૪ ૦૬૬૮૬), વોર્ડ નં. ૮ માં શીવલાલભાઇ પટેલ (મો.૯૮૨૫૦ ૭૯૦૨૨), વોર્ડ નં. ૩ માં દુર્ગેશભાઇ ધનકાણી, વોર્ડ નં. ૪ માં રાહુલભાઇ ભુવા અને અલ્કાબેન ડાંગર, વોર્ડ નં. ૭ માં પરેશભાઇ શીંગાળા, વોર્ડ નં. ૧૪ માં ભાવેશભાઇ પટેલ, વોર્ડ નં. ૧૭ માં રેખાબેન ભંડેરી અને રાકેશભાઇ સોજીત્રાના નામો જાહેર કરવામાં આવ્યા છે.

 સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પુરા જોમભેર ઝંપલાવવા આમ આદમી પાર્ટીએ નિરધાર કરતા જીત માટે લોકોની અત્યારથી જ શુભેચ્છાઓ મળી રહ્યાનું આપની એક યાદીમાં જણાવાયુ છે.

(12:52 pm IST)