Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભાજપ મહિલા મોરચા દ્વારા સોમવારે પોસ્ટકાર્ડ ઝુંબેશ

નાગરિકતા સંશોધન કાયદાની જનજાગૃતિ અંગે

રાજકોટ, તા.૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા જનજાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ જીતુ કોઠારી, માધવ દવે અને રાજુભાઇ બોરીચાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો-૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદા અંગે  લોકોમાં જાગૃતતા આવે એ માટે શહેર ભાજપ દ્વારા હાલ જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યુ છે.

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાનીમાં તા.૬/૧ ના સોમવારે સાંજે ૪:૩૦ કલાકે વોર્ડ નં.૧,૨,૩ માં એસ.કે.ચોક તેમજ જંકશન શાક માર્કેટમાં પોસ્ટકાર્ડ ઝૂંબેશ યોજાશે જેમા ઇન્ચાર્જ તરીકે ડો.દર્શીતાબેન શાહ અને દુર્ગાબા જાડેજા રહેશે.

વોર્ડ નં.૪,પ,૬,૧૫માં ધરાહર શાક માર્કેટ, સંત કબીર રોડ પર નયનાબેન પેઢડીયા ઇન્ચાર્જ રહેશે. વોર્ડ ૮,૯,૧૦માં ગુરૂજી શાક માર્કેટ ખાતે રૂપાબેન શીલુ ઇન્ચાર્જ તરીકે વોર્ડ નં.૧૧,૧૨, ૧૩માં મવડી માર્કેટ ખાતે ઇન્ચાર્જ તરીકે ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૧૬,૧૭,૧૮માં દેવપરા ખાતે કંચનબેન સિધ્ધપુરા ઇન્ચાર્જ તરીકે રહેશે.

આ પોસ્ટકાર્ડ ઝૂંબેશ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના તમામ બહેનોને જોડાવવા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડીયાએ જાહેર અનુરોધ કરેલ છે.

(3:59 pm IST)