Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

આર્ટ ગેલેરીમાં ફોટોગ્રાફી એકિઝબિશન : કાલે છેલ્લો દિવસ

રાજકોટ : ફોટોગ્રાફી કલબ રાજકોટ દ્વારા યોજાયેલા કિલક કાર્નિવલ ફોટોગ્રાફી એકઝીબીશનનું ઝૂંપડપટ્ટીમાં રહેતા ૧૦ બાળકો દ્વારા ભગવાન ગણપતિ પાસે દીવા પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું. ફોટોગ્રાફીના આ પ્રદર્શનમાં જેટલી ફોટોફ્રેમ વેચાશે એ આખી રકમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના વિકાસ માટે કામ કરતી સંસ્થા, પ્રજ્ઞા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને દાન આપવામાં આવશે. આવા ઉદ્દેશ્યથી યોજાતા આ પ્રદર્શનનું ઉદ્દઘાટન ઝૂંપડપટ્ટીના બાળકો કરે એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? ૧૨૧ ફોટોગ્રાફર દ્વારા પાડવામાં આવેલી ૩૦૦ તસ્વીરોનું આ અદ્દભુત પ્રદર્શન ખુલ્લું મૂકાઈ ગયું છે અને ડીસીપી ડો. સૈની, સાઈરામ દવે, ડો. એસ. ટી. હેમાણી, ડો. વિભાકાર વાછરજાની, ડો. અગ્રવાલ, ડો. કિરીટ શુકલ, ફોટોગ્રાફર એન ભાટી, જગદીશભાઈ ભીમાણી, કવિ શ્રી પારસભાઈ હેમાણી, પરાગભાઈ પલાણ, ગૌતમભાઈ ચોટાઈ જેવા અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. તા. ૫ જાન્યુઆરી, રવિવાર સુધી ચાલનારા આ પ્રદર્શનનો ફોટોગ્રાફી કલબ રાજકોટનાં દરેક સભ્યોએ લાભ લેવા માટે આગ્રહ પૂર્વક આમંત્રણ અપાયુ છે.

(3:58 pm IST)