Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ર૬ જાન્યુઆરી ઉજવણીઃ કલેકટરની તમામ બ્રાંચો આજથી સૂમસામઃ ૩૦ નાયબ મામલતદાર-કારકૂનના સ્પે.ઓર્ડરો

ફલેગ ઓફ યુનિટીમાં સહયોગ આપતા રાજકોટના સીપી-મ્યુ.કમીશ્નર-ડીડીઓ-જીઇબીના એમડી-ડીએસપી

રાજકોટ કલેકટર તંત્ર ફલેગ ઓફ યુનિટી બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઇ રહ્યું છે, ગઇકાલે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમીશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, પીજીવીસીઓના એમડી શ્રી શ્વેતા તેઓટીયા ડીડી.ઓ શ્રી રાણવાસીયા, ડીએસપી શ્રી બલરામ મીણા, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા શ્રી નીતીન ભારદ્વાજે પણ ફલેગ માટે કાગળો જોડયા હતા.

રાજકોટ તા. ૪ :.. રાજકોટમાં આ વર્ષે ૭૦ માં   પ્રજાસત્તાક દિન-ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થનાર છે, ૧૩૦૦ કરોડના પપ૦ જેટલા કામોનું લોકાપર્ણ-ખાતમુર્હૂત થનાર છે, તંત્ર ઉંધા માથે છે.

કલેકટરે તમામ કામગીરીને પહોંચી વળવા હાઇલેવલ અધિકારીઓની અધ્યક્ષવાળી ૧૬ કમીટીઓની રચના કરી છે.

દરમિયાન કલેકટરે પોતાની તમામ કામગીરી અર્થે અને એડીશનલ કલેકટર શ્રી પરિમલ પંડયા સાથે સતત મદદમાં રહે તે સંદર્ભે ૩૦ જેટલા નાયબ મામલતદારો અને કારકૂનોના ર૬ મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે સ્પે. ઓર્ડરો કર્યા છે, આ તમામ ૩૦ કર્મચારીઓ આજથી જુદી જુદી કામગીરીમાં જોઇન્ટ થઇ ગયા છે.

કલેકટરે આ ઓર્ડરો કરતા નવી કલેકટર કચેરીની કલેકટર હેઠળની તમામ બ્રાંચો સુમસામ બની ગઇ છે. લોકોને હાલ ર૬ જાન્યુઆરી સુધી ધરમધક્કા રહેશે.

દરમિયાન કલેકટર તંત્ર દ્વારા રાજપીપળાના વિરાજબા જાડેજાની મદદથી ૧૦ * ૬ાા ફુટનો ફલેગ ઓફ યુનિટી --ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવવા જઇ રહ્યું છે, આ એક વિશ્વ વિક્રમ હશે.

આ ફલેગ ઓફ યુનિટીમાં દરરોજ શહેરની વિવિધ સ્કુલ-કોલેજના બાળકો - નાગરીકો મદદે આવી રહ્યા છે, લગભગ ૪ર હજાર કાગળોને જોડી ત્રિરંગો બનાવાશે, ગઇકાલે કલેકટર કચેરીમાં ર૬ મી જાન્યુ. ની ઉજવણી સંદર્ભે કલેકટરના અધ્યક્ષપદે કોર ગ્રુપની મીટીંગ યોજાઇ હતી, ત્યારબાદ ઉપસ્થિત શહેરના પોલીસ કમીશનર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુ. કમીશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, ડીડીઓ રાણાવસીયા, એસપી શ્રી બલરામ મીણા, પીજીવીસીએલના એમ. ડી. શ્રી શ્વેતા તેઓટીયા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, ભાજપ અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજ વિગેરે હાઇલેવલ અધિકારીઓએ ફલેગ ઓફ યુનિટીમાં કાગળની ઘડીઓ વાળી સહયોગ આપતા નજરે પડે છે.

(3:57 pm IST)