Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ચેકરિટર્ન કેસમાં મહિલા આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૪: ચેકરિટર્ન કેસમાં અહીંના મંગળા રોડ ઉપર આવેલ શુભ  એપાર્ટમેન્ટમાં રહેતા લીલાબેન કિશોરભાઇ ચોટાઇને અદાલતે એક વર્ષની સજા ફટકારી ૬૦ દિવસમાં ફરીયાદીને રૂ.૯૧૬૫૦ વળતર ચુકવવા અને રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે આ કામમાં ફરીયાદી પુલીન બીપીનભાઇ ગણાતરાએ આરોપી લીલા પ્રિન્ટર્સના માલિક દરજજે લીલાબેન કિશોરભાઇ ચોટાઇને સબંધના દાવે રૂ.૧,૩૧,૬૫૦ હાથ ઉછીના સબંધના દાવે આપેલ જે બાબતનો આરોપી એ ચેક આપેલ જે ચેક પરત ફરેલ.

ત્યારબાદ ફરીયાદીએ વકીલ મારફત નોટીસ પણ આપેલ. અને ફરીયાદીએ કોર્ટમાં ફરિયાદ કરેલ જે ફરિયાદ અન્વયે કોર્ટમાં કેસ ચાલેલ તેમજ જે કેસમાં બન્ને પક્ષકારોની દલિલો અને આરોપી પાસેથી ફરીયાદીએ મોર્ગેજ તેમજ પ્રોમીસરી લીધેલ, તેવા તમામ પુરાવાઓ ફરીયાદી તરફે રજુ રાખવામાં આવેલ આરોપી તરફે કબુલાત પણ કરવામાં આવેલ જે કબુલાતની દલીલો પૂરાવા ધ્યાનમાં રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ વળતર પેટેની રકમ ૯૧૬૫૦ ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો દિન ૬૦માં વળતર પેટેની રકમ ન ચુકવેતો વધુ માસ ૬ માસની કરવાનો હુકમ એડી.ચીફ, જયુડી મેજીસ્ટ્રેટ એન.એચ.વસવેલીયાએ આરોપી લીલા બેન કીશોરભાઇ ચોટાઇને તકસીર ઠરાવેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે રાજકોટના ધારા શાસ્ત્રી એમ.કે.સોલંકી તથા હેમાંગ કોઠારી રોકાયેલા હતા.

(3:53 pm IST)