Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

એડી. કલેકટર પરિમલ પંડ્યા દ્વારા જીલ્લા માટે કલમ ૧૪૪ હેઠળ ૧૭ જાહેરનામા

રાજકોટ તા.૪: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.બી. પંડ્યાએ જાન્યુઆરી તથા ફેબ્રુઆરી -૨૦૨૦ માસ માટે  ક્રિમીનલ પ્રોસીઝર કોડની  કલમ -૧૪૪ હેઠળ નીચે  જાહેરનામાઓ બહાર પાડેલ છે.

 અ.નં.

જાહરેનામાનો વિષય

૧.

મકાન કે ઔદ્યૌગિક એકમો ભાડે આપ્યા અંંગે જે - તે મિલ્કત ભાડે આપ્યા અંગે પોલીસને જાણ કરવા બાબતે  જાહેરનામુ

૨.

એસ.ટી.ડી.પી.સી.ઓ . ધારકોને કોલ ડીટેઇલનુ માહિતીનુ રજીસ્ટર નિભાવવુ.

૩.

ટુ વ્હીલ/ફોર વ્હીલ વાહનો વેચવામાં આવે ત્યારે વાહનોના વેચાણકર્તાઓને  આવશ્યક સુચનાઓનુ પાલન કરવા બાબતેનુ જાહેરનામુ

૪.

ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકોએ ટોલનાકા પરનો ટોલ  ટેકસ  ચુકાવ્યા બાદ  પસાર થવા તેમજ ટોલનાકા  નજીકની જમીનની માલિકોએ  માલીકીની જમીનમાંથી બાયપાસ રસ્તાઓ પુરો પાડવા પર પ્રતિબંધ બાબતનું જાહેરનામુ

૫.

ટોલનાકા મેનેજરશ્રી ,વહીવટકર્તાઓ તેમજ ટોલનાકા  માટે ટેકસ વસુલાત માટે કોન્ટ્રાકટ આપનાર  સંબંધિત સતાધિકારીઓએ ટોલનાકામાંથી પસાર થતા તમામ વાહનો સ્પષ્ટ દેખાય તે રીતે  સીસીટીવી  કેમેરા ગોઠવવા અંગેનુ જાહેરનામુ

૬.

વિદ્યાર્થીઓને રહેવા -જમવાની સુવિધાઓ પુરી પાડતી શાળાઓ / હોસ્ટેલમાં સીસીટીવી  કેમેરા લગાવવા  તથા આવક - જાવક રજિસ્ટર નિભાવવા બાબતનું જાહેરનામુ

૭.

શોપીંગ મોલની સુરક્ષા બાબતે સીઆરપી.સી-૧૪૪ નું જાહેરનામુ

૮.

જાહેરજનતાને ભોળવી વચેટીયા તરીકે કામ કરતા માણસોના સરકારી કચેરીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા અંગે જાહેરનામુ

૯.

જાહેર જનતા માટે પ્રવેશ  હોય તેવા તમામ સ્થળોએ સી.સી.ટી.વી.  કેમેરા લગાવવા  બાબત અંગે જાહેરનામુ

૧૦.

બીનજરૂરી (બીનવપરાશ) ખુલ્લા બોર/કુવાની પાઇપલાઇન  જે - તે  માલિકો દ્વારા  બંધ કરવા બાબતેનુ જાહેરનામુ

૧૧.

ટીફીન બોકસ કે અન્ય કોઇ સામાન સાથેના  ટુ-વ્હીલર , ફોર વ્હીલર  વાહનો બીન વારસી છોડવા પર પ્રતિબંધ  મુકવા  જાહેરનામુ

૧૨.

આતંકવાદી પ્રવૃતિ  અટકાવવાના જુના મોબાઇલ ફોનની લે-વેચ કરતા  તેમજ નવુ સીમકાર્ડ  વેચાણ કરતી વખતે વેપારીએ નિભાવવાના થતા રજિસ્ટર માટેનું જાહેરનામુ

૧૩.

જાહેર  રજાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય અર્થે શાળાએ કે શ ાળાએ નક્કી કરેલ અન્ય સ્થળે બોલાવવા પર પ્રતિબંધ મુકવા બાબતનુ જાહેરનામુ

૧૪.

સવારના ૦૭:૦૦ થી સાંજના ૦૮:૦૦ કલાક બાદ વિદ્યાર્થીનીઓના  શૈક્ષણીક ટ્યુશન કલાસીસ ચાલુ ન રાખવા બાબતનુ જાહેરનામુ

૧૫.

તબીબો / પેશરા મેડીકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓના નામ તથા તેઓના શૈક્ષણીક લાયકાત તથા તેમનુ સોપેલ કામગીરી દર્શાવતુ બોર્ડ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલ તમામ ટ્રસ્ટ સંચાલિત કે ખાનગી  હોસ્પિટલો , નસિંગ હોમ  અને તબીબોએ  તેમના દવાખાનામાં જાહેર પ્રસિધ્ધ કરવા બાબતનુ જાહેરનામુ

૧૬.

ગોંડલ/જેતપુર તથા ધોરાજી તાલુકામાં ખાનગી , સરકારી, પંચાયતની કે ખેતીની  જમીનમાં નદી, , તળાવ  કે ભુગર્ભ ગટરમાં સાડી પ્રિન્ટીંગ કે કપડા  ધોવાથી કેમીકલ યુકત પ્રદુષણ યુકત પાણી કે ઔદ્યોગિક  વપરાશના  કારણે ઉત્પન્ન થતુ કેમીકલ યુકત પાણી ન છોડવા તેમજ અનઅધિકૃત વોશીંગઘાટ થતા  અટકાવવા બાબતનુ જાહેરનામુ

૧૭.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવતા પરપ્રાંતિય મજુરોનુ ઓળખ અંગેનુ રજિસ્ટર નિભાવી તે અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં સદર માહિતી આપવા બાબતનુ જાહેરનામુ.

(3:42 pm IST)