Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સિનિયર સીટીઝનો માટે બે દિવસીય વિનામુલ્યે યાત્રા પ્રવાસ

પંચનાથ મહાદેવ મિત્ર મંડળ-રામનાથ મહાદેવ મિત્ર મંડળ સર્વેશ્વર ચોક દ્વારા

રાજકોટઃ શ્રી પંચનાથ મહાદેવ મિત્ર મંડળ, શ્રી રામનાથ મહાદેવ મિત્ર મંડળ તથા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર સિનીયર સીટીઝન (વડીલો) માટે યાત્રા પ્રવાસનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. દરેક બસમાં ૨ (બે) ભાઈઓ તથા ર (બે) બહેનો યાત્રાળુઓની સેવા માટે ખડેપગે રહેશે. આ પ્રવાસનો આરંભ શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી આજે સવારે પ્રસ્થાન થયેલ અને તા.૫ને રવિવારનાં રોજ પરત આવશે. રસ્તામાં ધ્રોલ પાસે અતિથિ હોટલમાં નાસ્તો શ્રી પંચનાથ મંદિરનાં કાર્યકર શ્રી કૌશિકભાઈ ચાવડા તરફથી તેમજ  દ્વારકામાં યાત્રાળુઓને ઉતારાની વ્યવસ્થા ગોવાળીયા ધામમાં શ્રી બાલાભાઈ બોળીયા તથા શ્રી રદ્યુભાઈ ધોળકીયા તરફથી આપવામાં આવેલ છે. દ્વારકામાં પહોંચ્યા બાદ ચા-નાસ્તાની વ્યવસ્થા ઉપરોકત સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદ યાત્રિકોને નાગેશ્વર જયોતિર્લિંગ, શ્રી દ્વારકાધિશ મંદિર અને શ્રી રૂક્ષ્મણી મંદિર દર્શન માટે લઈ જવામાં આવશે. ત્યારબાદ બપોરનું ભોજન ગોવાળીયા ધામ ખાતે કરાવવામાં આવશે. બપોરનાં ભોજનની વ્યવસ્થા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેમાં ૨ (બે) શાક, દાળ, ભાત, રોટલી, છાશ, પાપડ, સલાડ ઉપરાંત રવાનો શીરો તથા ફરસાણ આપવામાં આવશે.

 યાત્રિકો માટે શ્રી પંચનાથ હોસ્પિટલ દ્વારા ડોકટર અને દવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.   દ્વારકાની યાત્રા પૂર્ણ કર્યા બાદ મોટી ખાવડી પાસે આરાધના ધામ ખાતે દર્શન કરાવવામાં આવશે તેમજ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવશે. ત્યાં દોઢ કલાકનાં રોકાણ બાદ પડધરી ખાતે હોટલ ખોડીયારમાં રાત્રી ભોજન કરાવવામાં આવશે. રાત્રી ભોજન શ્રી દિપકભાઈ ડોડીયા તરફથી યાત્રિકોને કરાવવામાં આવશે.

 શ્રી પંચનાથ મિત્ર મંડળ તથા શ્રી રામનાથ મિત્ર મંડળ દ્વારા અગાઉ સોમનાથ, વિરપુર, ખોડલધામ અને પરબવાવડીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. જયારે આ વર્ષે દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર તથા આરાધના ધામનું આયોજન કરવામાં આવેલ છે. યાત્રાને સફળ બનાવવા માટે સર્વેશ્વર ચોકમાંથી શ્રી કેતનભાઈ સાપરીયા, શ્રી દિલિપભાઈ ઝરીયા, શ્રી અલાઉદ્દીનભાઈ કારીયાણીયા, શ્રી જતીનભાઈ માનસતા, શ્રી વિપુલભાઈ ગોહેલ, શ્રી લાલાભાઈ મીર, શ્રી ચંદ્રસિંહ સોલંકી તથા શ્રી બહાદુરસિંહ કોટીલા તેમજ ગ્રુપના મિત્રો  તેમજ   જયારે શ્રી રામનાથ મિત્ર મંડળમાંથી શ્રી અજયભાઈ પરમાર, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી રમેશભાઈ પંડયા, શ્રી સંદિપભાઈ ડોડીયા, શ્રી જયુભાઈ રાઠોડ, શ્રી જગદીશભાઈ ઓડ, શ્રી વિજયભાઈ ચાવડા, શ્રી દિનેશભાઈ સોલંકી, શ્રી ધીરેનભાઈ પારેખ, શ્રી ઉમેશભાઈ જે.પી., શ્રી હેમભાઈ ચૌહાણ, શ્રી ભાઈચંદભાઈ, શ્રી બિપીનભાઈ ભટ્ટી, શ્રી સામંતભાઈ હેરમા, શ્રી આશિતભાઈ સલોત, શ્રી કિરીટભાઈ કામલીયા, શ્રી કમલેશભાઈ હીંડોચા, શ્રી ચેતનભાઈ મહેતા, શ્રી હર્ષદભાઈ કુંડલીયા, શ્રી હેમુભાઈ ચૌહાણ, શ્રી વિશાલભાઈ માંડલીયા, શ્રી દિપકભાઈ ભટ્ટ તથા શ્રી પંચનાથ મિત્ર મંડળમાંથી શ્રી અનિલભાઈ પારેખ, શ્રીમતી મીનાબેન પારેખ, શ્રી જીતુભાઈ સેલારા, શ્રી કિરીટભાઈ ગોહેલ, શ્રી રાજુભાઈ વાઘેલા, શ્રી મનોજભાઈ ડોડીયા, શ્રી સતીશભાઈ ગમારા, શ્રી નિખીલભાઈ મહેતા, શ્રી જયેન્દ્રભાઈ ગોહેલ, શ્રી પશુભાઈ ડોડીયા, શ્રી નારણભાઈ ડાભી, શ્રી ઈશ્વરભાઈ જીતીયા, શ્રી રણજીતભાઈ ચૌહાણ, શ્રી મોહિતભાઈ ગણાત્રા, શ્રી રમણીકભાઈ પટેલ, શ્રી નિરવભાઈ શેઠ, શ્રી રાજેનભાઈ ત્રિવેદી, શ્રી નિકુંજભાઈ વેધ, શ્રી કમલેશભાઈ બુંદેલા, શ્રી વિજયભાઈ ચૌહાણ, શ્રી મોહિતભાઈ પરમાર, શ્રી રાહુલભાઈ દવે, શ્રી જગદીશભાઈ ચૌહાણ, શ્રી હિરેનભાઈ ગંગાણી, શ્રી રાજુભાઈ મુંધવા, શ્રી ધૃવભાઈ રાજા, શ્રી બહાદુરભાઈ ગોહેલ, શ્રી ઈમ્તિયાઝભાઈ ખોખર,શ્રી ચંદ્રેશભાઈ પરમાર, શ્રી અશોકભાઈ સામાણી, શ્રી કિર્તીભાઈ રાવલ, શ્રી પાર્થભાઈ ચૌહાણ,શ્રી ધીરૂભાઈ ઘઘડા, શ્રી મયંકભાઈ ત્રિવેદી વગેરે સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહયા છે.

 આ યાત્રામાં દાતાઓ   શ્રી જયેશભાઈ પરમાર તરફથી પ બસ, શ્રી ધીરૂભાઈ ડોડીયા તરફથી ૧ બસનું,  શ્રી સર્વેશ્વર ચોક ટ્રસ્ટ તરફથી ૨ બસ, અને જમવાનું અનુદાન જયારે રાજકોટ મહાજન શ્રેષ્ઠી શ્રી રાજુભાઈ પોબારૂ તરફથી ર બસ અને વિપુલભાઈ ત્રિવેદી તરફથી પણ અનુદાન મળેલ છે. આ રીતે કુલ મળીને ૯ બસમાં ૫૦૦  યાત્રિકોને આ ધાર્મિક યાત્રા કરાવવામાં આવશે.

આ યાત્રામાં સ્વયંસેવિકા તરીકે બિંદુબેન દવે, મીનાક્ષીબેન ભટ્ટ, મીતાબેન પારેખ, જાગૃતિબેન ખીમાણી, કોકીલાબેન ભુપતાણી, કલ્પનાબેન પોપટ પણ સેવા કરી રહયા છે.

 આ યાત્રાને પ્રસ્થાન કરાવવા શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, શ્રી કમલેશભાઈ મિરાણી, શ્રી જીતુભાઈ કોઠારી, શ્રી કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા તેમજ દાતાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:39 pm IST)