Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પોકેટ કોપ એપથી ભકિતનગર પોલીસે વાહન ઉઠાંતરીમાં જીજ્ઞેશને ઝડપી લીધો

રાજકોટ તા. ૩૧: ભકિતનગર પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપથી વધુ એક વખત વાહનચોરીનો ગુનો ડિટેકટ કર્યો છે. હેડકોન્સ. પ્રતાપસિંહ રાણાને મળેલી બાતમી પરથી સહકાર મેઇન રોડ પર દામજી મેપા પ્લોટ-૨માં રહેતાં જીજ્ઞેશ જશવંતરાય બાખડા (ઉ.૪૨)ને જીજે૦૩કેકયુ-૬૧૦૬ નંબરના ૨૫ હજારના ચોરાઉ બાઇક સાથે પકડ્યો છે.

આ શખ્સને સહકાર રોડ પરથી અટકાવી તેની પાસેના વાહનના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. પોકેટ કોપ એપનો ઉપયોગ કરતાં વાહનના માલિક સાહિલ સુરેશભાઇ સોલંકી (કુબલીયાપરા) હોવાનું ખુલતાં જીજ્ઞેશે બાઇક ચોરી કર્યાનું કબુલતાં તેની અટકાયત કરાઇ હતી. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, કોન્સ. વાલજીભાઇ, ભાવેશભાઇ, હિરેનભાઇ, મનિષભાઇ, મયુરસિંહ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, વિશાલભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

દારૂ પી બાઇક હંકારતા અલ્પેશ, છરી સાથે સિકલો અને રાહુલ પકડાયા

યુનિવર્સિટી પીઆઇ આર.એસ. ઠાકર, પીએસઆઇ પી. એ. ગોહેલ, શૈલેષપરી સોમપરી અને ટીમે ચેકીંગ દરમિયાન અલ્પેશ મનસુખભાઇ અઘેરા (ઉ.૪૦-રહે. યમુના પાર્ક બ્લોક નં. ૫, પાટીદાર ચોક)ને દારૂ પી જીજે૦૩જેકયુ-૬૫૭૧ નંબરનું બાઇક હંકારી નીકળતાં પકડી લીધો હતો. જ્યારે તાલુકા પી.આઇ. જે. વી. ધોળા, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા અને ટીમે વામ્બે આરએમસી કવાર્ટરમાં રહેતાં સિકંદર ઉર્ફ સિકલો રસુલભાઇ કુરેશી (ઉ.૨૬) નામના રિક્ષાચાલકને છરી સાથે પકડી લીધો હતો.  જ્યારે પ્ર.નગર પીએસઆઇ હાથલીયા, અશોક હુંબલ સહિતે રૂખડીયા ફાટક પાસેથી નવાગામ છપ્પનીયાના ઋષભ ઉર્ફ રાહુલ મુકેશભાઇ અમદાવાદીને છરી સાથે પકડ્યો હતો.

રૈયાધારનો આનંદ ઉર્ફ બાબુ દારૂ સાથે પકડાયો

રૈયાધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં આનંદ ઉર્ફ બાબુ રણછોડભાઇ પરમારને રૂ. ૧૮૦ના દારૂ સાથે પીએસઆઇ બી. જી. ડાંગર, કોન્સ. રવિ ગઢવી સહિતે પકડી લીધો હતો.

(1:08 pm IST)