Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

દિલ સુંદર કરાઓકે ગ્રુપ દ્વારા કાલે રવિવારે સંગીત સંધ્યા

રાજકોટ,તા.૪: દિલ સુંદર કારઓકે ગ્રુપના સંચાલક દિલીપભાઈ સોની અને તેમની ટીમ દ્વારા રવિવાર તા.૫ના સાંજે ૫:૩૦ કલાકે, ઈવનિંગ પોસ્ટ, ડીસ્ટ્રીક બેન્ક પાસે, રાજકોટ ખાતે કરાઓકે ટ્રેક પર સંગીતપ્રેમી જનતા માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં નવા જુના ગીતો સહીત લગભગ ૨૮ ગીતો રજુ કરવામાં આવશે.

જેમાં ગાયક કલાકારો સર્વશ્રી દિલીપભાઈ સોની, મહેશભાઈ ચાવડા, ભરતભાઈ ઢાકેચા, ભાવેશભાઈ ધાનક, પ્રવીણભાઈ ડાભી, નીરૂબેન ડાભી, દીપકભાઈ કકકડ, ભાવેશભાઈ વ્યાસ, પ્રકાશભાઈ ખખ્ખર, બિપીનભાઈ ધધડા, નરેન્દ્રભાઈ ખખ્ખર, કૈલાશબેન કઠવાડિયા, જયસુખભાઈ કઠવાડિયા, કાશ્મીરાબેન ગંગદેવ, નિર્મલાબેન બાબરીયા જેવા કલાકારો ગીતોની રમઝટ બોલાવશે.

કાર્યક્રમની વધુ વિગત માટે દિલ સુંદ કરાઓકે ગ્રુપના સંચાલક દિલીપભાઈ સોની મો.૮૨૦૦૭ ૬૨૫૫૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.

(1:05 pm IST)