Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સત્યમ એજયુ. ટ્રસ્ટ દ્વારા વિવિધ શાળાઓને સ્ટેશનરી કિટ વિતરણ

 : રાજકોટઃ સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા એ.પી. પટેલ કન્યા છાત્રાલયમાં અંદાજીત બે હજાર વિદ્યાર્થીનીઓને ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ તેમજ એ.પી. પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓના અધ્યક્ષ સ્થાને હોમવર્ક, પેડ તેમજ સ્ટેશનરી કિટનું વિતરણ સત્યમ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ પી. હરસોડા ઉ.પ્રમુખ રંજનબેન પી. હરસોડા, મંત્રી ધવલભાઇ ગઢિયા તેમજ ટ્રસ્ટના સહયોગી અરવિંદભાઇ હરસોડા,સુરેશભાઇ સોરઠીયા (ઇન્ડો ફાર્મા), ધીરૂભાઇ સોરઠીયા (વિશાલ ફાઉન્ડ્રી), સવીતાબેન સાભાયા (મહિલા સોસીયલ ગૃપના પ્રમુખ), જોશનાબેન હરસોડા, ભાવેશભાઇ ચોવટીયા, રામજીભાઇ દુધાગરા, સુરેશભાઇસોરઠીયા, કેતનભાઇ સોરઠીયા, રમેશભાઇ ઠુંમર, હરીભાઇ ભંડેરી, પંકજભાઇ ઠુંમર,દિપક હરસોડા, કલ્પેશભાઇ ભંડેરી, લાલજીભાઇ વસોયા (અમીરસ કેટરર્સ)ના હસ્તે વિતરણ કરાયું હતું.ઉપરાંત અન્ય શાળાઓ મળી અંદાજીત ૭૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને કિટનું વિતરણ કરેલ. તેમજ જરૂરીયાતમંદ પરિવારને શૈક્ષણિક સહાય તથાસ્કૂલ ફી તથા મુંગા પશુ-પક્ષીઓને ચણ તથા ઘાસચારો, જરૂરીયાતમંદ વિધવા, વિકલાંગ, બીમાર કે જેના ઘરમાં આવકનો કોઇ સ્ત્રોત નથી એવા પરિવારને અનાજ કરીયાણાની ફ્રી કિટ તેમજ બાલાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં સહાય આપવાની પ્રવૃતિ પણ સત્યમ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી હોય છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ પી.હરસોડા (મો. ૯૭૧૪૧૦૬૪૨૨) ની યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)