Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

આઇએનજી વૈશ્ય બેંકના કરોડોના ઉચાપત કેસમાં મહિલા ઓફીસરની જામીન અરજી નામંજુર

આરોપી સામે પ્રથમ દર્શનીય આર્થિક ઉચાપતનો ગંભીર ગુનો છેઃ કોર્ટ

રાજકોટ, તા., ૪: અત્રેની આઇએનજી વૈશ્ય બેંકના સાડા ત્રણ કરોડના ઉચાપત કેસમાં પકડાયેલ બેંકના સીનીયર મહિલા ઓફીસર શિતલબેન રસીકભાઇ વખારીયાની મુંબઇથી પોલીસે ધરપકડ કરીને જેલહવાલે કરતા તેણીએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે સદરહું બેંકના અધિકારી અજીતભાઇ શ્રીકિસન ગોસ્વામીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.જેમાં હાલમાં આરોપી શિતલબેન વખારીયા સહીતનાઓ સામે ગુનો નોંધાયો હતો.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે હાલના આરોપી પહેલા સદરહું બેંકમાં ડેટા કોમ્પ્યુટર તરીકે કામ કરતા હોય ત્યારેઅન્ય આરોપીઓ સાથે મળી ખોટી ટ્રાન્સફર એન્ટ્રીઓ કરી એક ખાતામાંથી બીજા સાચા-ખોટા ખાતામાં એન્ટ્રીઓ પાડીને કુલ રૂ.ત્રણ કરોડ ૬૦ હજાર ૮૮૪ની ઉચાપત કરી હતી.

આ બનાવઅંગેઆઠેકવર્ષ અગાઉ પોલીસમાંફરીયાદ થયેલ હતી. આ ગુનામાં પ્રથમ શિતલબેને ર૦૧રની સાલમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. જે રદ થયા બાદ પોલીસમા ંહાજર થવાના બદલે વર્ષોથી નાસતા ફરતા હતા. આ દરમ્યાન ગઇ તા.૧૯-૧ર-૧૮ના રોજ તેણીની ધરપકડ થતા જેલ હવાલે થતા જામીન પર છુટવા અરજી કરી હતી. આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત કરેલ કે આરોપી વર્ષોથી નાસતા ફરે છે.ગંભીર ગુનોછે. આર્થિક મોટી રકમની ઉચાપતનો ગુનો હોય જામીન પર છોડી શકાય નહી.

ઉપરોકત રજુઆત અનેગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.સેસ. જજ ટી.એસ.બ્રહ્મભટ્ટે આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઇ પીપળીયા રોકાયા હતા.

(3:11 pm IST)