Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ચેમ્બર ચૂંટણી જંગઃ બપોર સુધીમાં ૭૩ ફોર્મ ઉપડયાઃ ૪૦ ભરાઈને આવ્યા

રાજકોટ, તા. ૩ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાના આજે અંતિમ દિવસે બપોર સુધીમાં ૭૩ ફોર્મ ઉપડયા હોવાનુ જાણવા મળે છે અને બપોર સુધીમાં જ ૪૦ જેટલા ફોર્મ ભરાઈને આવી ગયા હોવાનું જાણવા મળે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીએ આ વખતે ભારે ચર્ચા જગાવી છે અને ફોર્મ ઉપડવાનો આંકડો સાંજે સુધીમા સદી નોંધાવે તેવી પણ શકયતા છે. આજે વાયબ્રન્ટ પેનલ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા જ્યારે હરીફ પેનલ દ્વારા પણ ઉમેદવારી પત્રો ભરીને રજુ કરવામાં આવ્યા હતા. આજે બન્ને જુથ દ્વારા ફોર્મ રજુ કરવામાં  આવ્યા છે.

જાણવા મળતી વિગત અનુસાર સહકારી આગેવાન અરવિંદ તાળા અને સામાજીક અગ્રણી મુકેશ દોશી પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવે તેવી શકયતા છે. તેઓ પણ ઉમેદવારી પત્રો ભરે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. આજે ઉમેદવારી પત્રો ઉપાડવાનો અંતિમ દિવસ હોવાથી ચેમ્બરની ઓફિસમાં સવારથી ભારે ધમધમાટ પ્રવર્તી રહયો છે.(૨-૨૦)

(3:31 pm IST)