Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજકોટના આજીડેમ ચોકડી પાસે એસઆરપી જવાનની 'ઇંન્સાત 'રાયફલ લૂંટી બે શખ્શો ફરાર ;નાકાબંધી

બાઈક ઉપર આવેલા બે અજાણયા શખ્સોની શોધખોળ :રાયફલમાં કારતુસ નહોતા

રાજકોટ :રાજકોટમાં લુખાઓ બેફામ બન્યા છે સરાજાહેર હત્યાના બનાવ બાદ આજીડેમ ચોકડી પાસે એક એસઆરપી જવાનની રાયફલ લૂંટી બે શખ્સો ફરાર થતા ખળભળાટ મચી જવા પામ્યો છે આજી ડેમ નજીક બે અજાણ્યા શખ્સો બાઈક ઉપર આવીને એસઆરપી જવાન પાસેની રાઇફલની લૂંટ ચલાવી હતી આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરાઇ છે બાઈક સવાર અજાણયા લુટારુને ઝડપવા પોલીસે શોધખોળ શરુ કરી છે

  દરમિયાન જાણવા મળ્યા મુજબ એસઆરપી જવાનની લૂંટાયેલ રાયફલ ઇંન્સાત નામે ઓળખાઈ છે રાયફલમાં કાર્ટ્સ જેનાથી પોલીસને રાહત છે પરંતુ બનાવની ગંભીરતા જોઈ પોલીસ તંત્ર સમગ્ર વિસ્તારમાં અલર્ટ થયું છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

  ઇંન્સાત

 

(11:57 pm IST)