Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પક્ષીઓની વિવિધ અદાઓ રજુ કરતુ ફોટોગ્રાફી પ્રદર્શન

પોરબંદરના પુનિત કારીયાની કમાલ શનિવારથી રાજકોટની આર્ટ ગેલેરીમાં નિહાળી શકાશે

રાજકોટ : પોરબંદરના વાઈલ્ડ લાઇફ ફોટગ્રાફર પુનિત જે. કારીયા દ્વારા હિમાલયમાળાના અદ્દભુત પક્ષીઓનું એક ફોટો પ્રદર્શન તા. ૬ થી ૯ શ્યામા પ્રસાદ આર્ર્ટ ગેલેરી, રેસકોર્ષ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. 'માં કુદરતના માણેક રત્નનો પ્રિત પ્રેમ' વિષય પર યોજાયેલ આ પ્રદર્શન શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી ખુલ્લુ મુકાશે. ઉદ્દઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, મુખ્ય મહેમાન તરીકે ફુલછાબના તંત્રીશ્રી કૌશિકભાઇ મહેતા, ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરતના મહામંત્રી રમણીકભાઇ ઝાપડીયા ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનમાં પક્ષી પ્રેમ, સ્પંદનો, હુંફ અને ઉર્મીઓ વ્યકત કરવા પૂનિત કારીયા (મો.૯૪૨૬૯ ૯૫૭૦૭) નો સરસ પ્રયાસ રહ્યો છે. કેટરીંગના વ્યવસાયમાંથફ સમય કાઢીને તેઓએ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ વિકસાવ્યો છે. વધુને વધુ લોકોએ આ ફોટોગ્રાફી પ્રદર્શન નિહાળવા અનુરોધ કરાયો છે.

(4:17 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST