Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રૂ.પાંચમાં ચકલીના માળા

- ચકલીની દર્દભરી અપીલ... મને ઘર આપો :રૂ.૧પના પડતર માળા પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી ટોકનદરે

રાજકોટ તા.૪ : ચકલીને ઝાડ પર માળો બનાવતા કુદરતે શિખવેલ નથી તે વાતની આપણા પુર્વજોને ખબર હતી તેથી પુર્વજોએ જયારે મકાન બનાવવાની શરૂઆત કરી ત્યારે મકાનમાં ગોખલા રાખતા અને ખુબ ખાચા-ખુચી હતા. ખુલ્લી ઓસરીઓ હતી તેમાં પુષ્કળ ત્રાંસી છબીઓ હેતુપુર્વક રાખતા, લાઇટનો પંખો ન હતો આમ ચકલીને માળો બનાવવાની પુષ્કળ જગ્યા મળી રહેતી નથી ચકલીઓની સંખ્યા સારી હતી.

આપણે નવા મકાનોમાં ચકલને માળો બનાવવાની જગ્યા બીલકુલ રાખતા નથી. તેથી ચકલને ઘરમાં માળો બનાવવાની જગ્યા મળતી નથી. આમ ચકલીની પ્રજાતી ભયમાં છે. ઘર ચકલીને બચાવવી જરૂરી છે કારણ કે તે આપણા ઘરનું અભિન્ન અંગ છે.

આપણે ત્યાં બીલકુલ નિર્જન અને રિધ્ધિ-સિધ્ધિ વિનાની જગ્યા માટે એવુ કહેવાય છે કે ત્યા ચકલુય ફરકતુ નથી. આપણે આપણા ઘરે ચકલી ફરકતી થાય તે માટે પુઠાના ચકલી ઘર રવેસની નીચે મુકવા જોઇએ. ભારતમાં ચકલી ઘર બનાવવાની શરૂઆત નવરંગ નેચર કલબે કરી છે. આ ઝુંબેશ ર૦૧૦થી શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચકલીઓ જોવા મળે છે આમ ચકલીને બચાવી શકાય તેવી શ્રધ્ધા બેઠી છે. કવિ રમેશ પારેખની ભાષામાં કહીએ તો મારા ફળીયામાં ચકલી હોય તે મારૂ રજવાડુ દરેક ઘર રજવાડુ બને તે માટે આપણે સૌએ મથવાનુ છે.

ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે રૂ.૧પ/-માં પડતર પુઠાના ચકલી ઘર લોકોને રૂ.પમાં જોઇએ તેટલા આપવામાં આવશે. પર્યાવરણ પ્રેમીઓના આર્થિક સહયોગથી આ શકય બનેલ છે. દરેક ગામમાં જો આપણે ર૦૦ માળા લગાવી શકીએ તો ચકલીઓની સંખ્યામાં જરૂરથી વધારો થાય. માળા વિતરણ કાર્યક્રમ સત્યમ સારવાર કેન્દ્ર, ૧૪-મનહર પ્લોટ, ડો.પ્રકાશ મોઢાની હોસ્પિટલ પાછળ, રાજકોટ, સમયઃ સવારે ૧૦ થી સાંજના ૭-૦૦ સુધી યોજાશે. વધારે વિગતો માટે ફોનઃ ૦૨૮૧-૨૪૬૭૬૫૫નો સંપર્ક થઇ શકે છે તેમ વી.ડી.ઝાલા (મો.૯૪૨૭૫-૬૩૮૯૮)ની યાદીમાં જણાવાયુ છે.

(4:17 pm IST)
  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST