Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

આ...લે...લે...

કાર્પેટ વેરાના રિ-સર્વેમાં ઉઘરાણાનું તુત

પરપ્રાંતીય ભાડુતોને વેરો ઓછો કરવાની ખુલ્લી ઓફરઃ મકાન માલીક રાજકીય આગેવાન નિકળ્યા અને પોલ ખુલી ગઇ

રાજકોટ, તા., ૪: મ્યુ. કોર્પોરેશન દ્વારા મકાનવેરામાં કાર્પેટ એરીયા પધ્ધતીથી આકારણીની કામગીરી કોન્ટ્રાકટ પધ્ધતીથી થઇ રહી છે.

જેમાં ક્ષતી રહી ગઇ હોય તો તેના માટે હાલમાં રિ-સર્વે થઇ રહયો છે. પરંતુ આ રિ-સર્વેમાં પણ ઉઘરાણા થઇ રહયાની ફરીયાદ ઉઠવા પામી છે.

આ અંગે કોર્પોરેશનનાં રાજકીય અગ્રણીને કડવો અનુભવ થતા તેઓએ સતાવાર ફરીયાદની તજવીજ હાથ ધરી છે.

આ અગ્રણીનાં જણાવ્યા મુજબ તેઓની માલીકીનાં મકાનમાં રહેતા ભાડુઆતને આજે વેરા આકારણીના રિ-સર્વેમાં આપેલ. કોન્ટ્રાકટરનાં કર્મચારીઓએ સૌ પ્રથમ વધુ વેરો આવશે તેમ કહીને ડરાવ્યા અને ત્યાર બાદ વેરો ઓછો કરી દેવાની ઓફર કરતા આ ભાડુઆતે મકાન માલીક રાજકીય આગેવાનને સ્થળ ઉપર બોલાવતાં રિ-સર્વેમાં આવેલ કર્મચારીઓ વેરો ઓછો કરવા માટે આ રાજકીય અગ્રણી સાથે વાટાઘાટો કરવા લાગ્યા હતા. અંતે આ આગેવાને પોતાની ઓળખ છતી કરતા રિ-સર્વેમાં આવેલ કર્મચારીઓ કાકલુદી કરી માફી માંગવા લાગ્યા હતા.

આમ વેરા આકારણીની ક્ષતીઓ શોધવા માટે રિ-સર્વેમાં પણ કોન્ટ્રાકટથી જ કાર્યવાહી થતી હોય મોટા પાયે ગેરરીતી થઇ રહયાની શંકાઓ જાગી રહી છે.

(4:15 pm IST)
  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST