Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસીએશન ઓફ રાજકોટના પ્રમુખપદે દિપક ઉનડકટ : રવિવારે ઈન્સ્ટોલેશન

એસોસીએશનનો મુખ્ય ઉદ્દેશ જમીન - મકાનના વ્યવસાયમાં પારદર્શકતા લાવવાનો : બ્રોકરોને રેરા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન, નવા જીડીસીઆરની વિસંગતતા દૂર કરવા સરકારમાં રજૂઆત થશે : પૂ. નિખિલેશશ્વરાનંદાજી આર્શીવચન આપશે

રાજકોટ, તા. ૪ : રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસીએશન ઓફ રાજકોટના વર્ષ ૨૦૧૮ના પ્રમુખ તરીકે રાજકોટની પ્રતિષ્ઠિત જમીન મકાનના ધંધામાં ટોચનું સ્થાન ધરાવતી અમર એસ્ટેટ એજન્સીના યુવા સંચાલક દિપકભાઈ પરસોતમભાઈ ઉનડકટની રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસીએશન ઓફ રાજકોટના સભ્યો દ્વારા વર્ષ ૨૦૧૮ના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા વર્ષ ૨૦૧૮ માટે બોર્ડના સભ્યોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં યુવા વર્ગના બ્રોકર ભાઈઓને વિશેષ મહત્વ આપવામાં આવેલ છે. દિપકભાઈની વર્ષ ૨૦૧૮ની બોર્ડ ટીમમાં સેક્રેટરી તરીકે કેતનભાઈ પારેખ, વાઈસ પ્રેસીડેન્ટ જીજ્ઞેશ પૂંજાણી, જોઈન્ટ સેક્રેટરી અતુલ રાચ્છ, ટ્રેઝરર નિલેશ સુરાણી, પ્રેસીડેન્ટ ઇલેકટ નિલેશ ગઢવી, આઈ. પી. પી. દિનેશભાઈ કોઠારી, લીગલ વર્ક, અમિત વાગડીયા, રેરા વર્ક ઋષિકેશ ત્રિવેદી, પબ્લીક રીલેશન જયભારત ધામેચા, મિડીયા એન્ડ પ્રેસ શેખર મહેતા, ડિપાર્ટમેન્ટલ વર્ક હીરાભાઈ જોગરાણા, ટી. પી. રૂડા એન્ડ આરએમસી વર્ક હિતેષ રાજદેવ, ડીઝીટલ કોમ્યુનિકેશન કમલેશ કાનાબાર, પ્લાનીંગ એન્ડ રેકોર્ડ હરેશ ગોસ્વામી, મીટીંગ ઓર્ગેનાઈઝર બીપીન પરમાર વગેરેની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે.

રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસીએશન ઓફ રાજકોટ દ્વારા ૯મો ઈન્સ્ટોલેશન સેરેમની સમારોહ આગામી તા.૭ જાન્યુઆરી રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે સીઝન્સ હોટલના એમ્બીયન્સ હોલમાં રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નવી યુવા ટીમને આર્શીવાદ આપવા માટે શ્રી રામકૃષ્ણ મઠ રાજકોટ (રામકૃષ્ણ આશ્રમ)ના મુખ્ય સ્વામીજી પૂજય શ્રી નિખિલેશશ્વરાનંદા સ્વામીજી તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારની રેરા કમીટીના સભ્ય તથા નેશનલ એસોસીએશન ઓફ રીયલટર્સ (નાર)ના ચેરમેન શ્રી રવિ શર્મા પુનાથી તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે નેશનલ એસોસીએશન ઓફ રીયલટર્સ (નાર)ના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ફણસે - મુંબઈ હાજર રહેશે.

રાજકોટમાં રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશનની સ્થાપના વર્ષ ૨૦૦૯થી કરવામાં આવેલ છે. આ એસોસીએશનનો મુખ્યઉદ્દેશ જમીન-મકાનના વ્યવસાયમાં પારદર્શકતા લાવવાનો છે તેમજ નાના માણસોને જમીન મકાનના ધંધામાં સારામાં સારૂ વળતર મળે તેમજ છેતરપીંડી ન થાય તથા જમીન મકાનના ચોખ્ખા-કલીયર ટાઇટલ મળે તે માટે એસોસીએશનની રચના કરવામાં આવેલ  છે. તેમજ આ એસોસીએશન દ્વારા વિવિધ સામાજીક કાર્યો પણ કરવામાં આવે છે. જેવા  કે  વૃક્ષારોપણ કરવું સબ-રજીસ્ટ્રાર ઓફિસમાં બેસવા માટે બેંચીસ મુકવી. બિનખેતી વિસ્તારમાં સાઇન બોર્ડ મુકવા, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, પાણીના પરબ બનાવવા તથા તેનું સંચાલન કરવું તેમજ જમીન-મકાનના વ્યવસાયને લગતા પ્રશ્નો અંગે વિવિધ વિષયોના નિષ્ણાંતોના સેમીનારો યોજવા તેમજ ટાઉનપ્લાનીંગ-રૂડા-તથા ડેવલેપમેન્ટ પ્લાન (ડી.પી.) રેરા, જીએસટી. જેવા નવા કાયદાઓ વિશે  સભ્યોને તેમજ લોકોને જાણકારી આપવા અંગેના લોકઉપયોગી સેમીનારો યોજવા વિગેરે કાર્યક્રમો રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટ દ્વારા કરવામાં આવે છે.

 રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના વર્ષ-૨૦૧૮માં નવા સભ્યો થવા માટે રાજકોટ શહેર તથા જીલ્લામાંથી જમીન-મકાનની દલાલીનો વ્યવસાય કરતાં લોકોને આવકારે છે.  પણ એસોસીએશનના સભ્ય થવા માટે પ્રમુખશ્રી દિપકભાઇ ઉનડકર (મો.નં.૯૬૩૮૬ ૯૯૦૯૯) તથા શ્રી નિલેશભાઇ સુરાણી, (મો.૯૮૯૮૦ ૬૮૨૮૩)નો  સંપર્ક કરવો

આગામી કાર્યક્રમ બ્રોકર્સ ભાઇઓને રેરા કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે માર્ગદર્શન આપી રજીસ્ટ્રેશન કરાવવું તેમજ નવા જી.ડી.સી.આર.ની વિસંગતતાઓ દુર કરવા સરકારશ્રીમાં રજુઆતો કરવાનું આયોજન છે. 

તસ્વીરમાં' અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટના સભ્યોની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:15 pm IST)