Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

દરેક સિનિયર સિટીઝનોને ૪ હજાર પેન્શન આપો : સોમવારે ધરણા - સૂત્રોચ્ચાર આંદોલન

એક દિવસ પેન્શનર એસોસીએશનને નામ

રાજકોટ, તા. ૪ : ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર્સ એસોસીએશન રાજકોટ ડિવીઝન દ્વારા વિવિધ માંગણીઓ સાથે આગામી તા.૮ના સોમવારે સવારે ૧૦ કલાકે હેડ પોસ્ટ ઓફીસ ખાતે ધરણા - સૂત્રોચ્ચાર સાથે આંદોલનાત્મક કાર્યક્રમ રાખેલ છે.ઓલ ઈન્ડિયા પોસ્ટલ એન્ડ આરએમએસ પેન્શનર્સ એસો. રાજકોટ ડિવીઝનના કન્વીનર શ્રી અતુલભાઈ શેઠ (મો.૯૭૨૭૬ ૫૦૯૨૦) અને ટ્રેઝરર શ્રી આર. એલ. દવે (મો. ૮૪૬૦૨ ૪૦૦૫૩)એ જણાવ્યુ હતું કે પેન્શનરોને સતત અન્યાય થઈ રહ્યો છે. સરકાર દ્વારા પેન્શનરોને વધારાની રકમ આપવા ગત મે- ૨૦૧૭માં ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેનો માત્ર ૩૦ ટકા જ અમલ થયો છે. અમોને એક પણ જગ્યાએથી જવાબો આપવામાં આવતા નથી. તાજેતરમાં પેન્શનર અદાલત મળી હતી. તેમાં પણ જવાબો આપવામાં આવ્યા ન હતા.

તેઓએ વધુમાં જણાવેલ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હેલ્થ સ્કીમ માટે અમોને વોકહાર્ટ હોસ્પિટલ, દોશી હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પિટલને માન્યતા આપવામાં આવે. તેમજ કોઈપણ ૮૦ વર્ષના સીનીયર સિટીઝનને માસિક રૂ. ૪ હજાર પેન્શન આપવામાં આવે તેવી અમારી માંગણી છે.તસ્વીરમાં શ્રી અતુલભાઈ શેઠ અને શ્રી આર. એલ. દવે નજરે પડે છે.

(4:12 pm IST)
  • દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી 1 કરોડના ડ્રગ્સ સાથે 1 શખ્શની કરાઈ ધરપકડ. access_time 10:53 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST

  • હાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST